સામાન્ય બાબતમાં હવે આપઘાતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને યુવક યુવતીઓના આપઘાતના કિસ્સા વધ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈને સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કૂદી આપઘાત કરનાર સગીરાને રિવરફ્રન્ટ પરના સિક્યુરિટી ગાર્ડે બચાવીને મહિલા હેલ્પલાઇનની ટીમને સોંપી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તે પૂર્વ વિસ્તારની રહેવાસી છે અને તેને યુવક સાથે પ્રેમ સંબંધ છે. તેના પ્રેમીએ તેને કહ્યું હતું કે ,તારા સિવાય અન્ય યુવતીઓ સાથે પણ હું સંબંધ રાખીશ. જેનું સગીરાને લાગી આવતા તે સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચી હતી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
હેલ્પલાઇનની ટીમે તેને સમજાવી હતી કે આ ઉંમર તેની ભણવાની છે અને જ્યારે તેની લગ્ન કરવાની ઉંમર થશે ત્યારે યોગ્ય પાત્ર શોધી લગ્ન કરાવી દેશે. આમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સગીરાને બચાવી લેવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પરથી મહિલા હેલ્પલાઇનની ટીમને કોલ આવ્યો હતો કે એક 17 વર્ષીય સગીરાએ નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો છે જેથી તાત્કાલિક વસ્ત્રાપુર લોકેશનની ટીમ પાલડી રિવરફ્રન્ટ પહોંચી હતી ત્યાં પહોંચી અને જાણવા મળ્યું હતું કે 17 વર્ષની સગીરા નદીમાં કૂદી ગઈ હતી જોકે સિક્યુરિટી ગાર્ડ જોઈ જતા તેણે તેને બચાવી લીધી હતી. મહિલા કાઉન્સિલર તૃપ્તિબા ઝાલાએ સગીરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે પોતે પૂર્વ વિસ્તારની રહેવાથી છે અને ધોરણ 11માં અભ્યાસ કરે છે તેના પરિવારમાં માતા-પિતા, દાદા દાદી અને ભાઈ છે.
સગીરા ને એક યુવક સાથે પ્રેમ સંબંધ છે. સગીરાને જાણવા મળ્યું હતું કે તેના સિવાય અન્ય યુવતીઓ સાથે પણ તેનો પ્રેમી વાત કરે છે અને તે બાબતે તેણે પ્રેમી સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે તારે રહેવું હોય તો રહે. બાકી હું અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ રાખીશ. આ બાબતનું સગીરાને લાગી આવતા તે ઘરેથી કોઈને કહ્યા વગર સીધી રિવરફ્રન્ટ પર પહોંચી હતી અને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈ અને નદીમાં કૂદી ગઈ હતી. જોકે એક સિક્યુરિટી ગાર્ડ તેને ત્યાંથી પડતા જોઈ જતા તરત દોડ્યો હતો અને સગીરાને બચાવી બહાર કાઢી લીધી હતી ત્યારબાદ મહિલા હેલ્પલાઇનની ટીમને બોલાવવામાં આવી હતી.
મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના માતા પિતાને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. સગીરાએ આ રીતે આપઘાત નો પ્રયાસ કરતા તેને સમજાવવામાં આવી હતી. મહિલા કાઉન્સિલર તૃપ્તિબા દ્વારા સગીરાને સમજાવવામાં આવ્યું હતું કે આ ઉંમર તમારી ભણવાની છે અને ભણવા ઉપર ધ્યાન આપો જ્યારે લગ્ન કરવાની ઉંમર થશે ત્યારે સારું પાત્ર શોધી લગ્ન કરાવી દેશે જોકે સગીરા અગાઉ પણ આ રીતે પ્રેમીના પ્રેમમાં પાગલ થઈ અને આપઘાત નો પ્રયાસ કરી ચૂકી છે તેમ તેના માતા પિતાએ પણ જણાવ્યું હતું જેથી તેને સારી રીતે સમજાવી અને હવેથી આવ્યા કોઈ પ્રયાસ નહીં કરે અને ભણવામાં ધ્યાન આપશે તેમ કહી તા મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાની જિંદગી બચાવી લીધી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.