Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના યુવકને ડેટિંગ એપ્લિકેશનનો વપરાશ પડયો ભારી

અમદાવાદના યુવકને ડેટિંગ એપ્લિકેશનનો વપરાશ પડયો ભારી

9
0

(જી.એન.એસ)તા.12

અમદાવાદ,

આજકાલ લૂંટના બનાવો માં નવા કિમિયા નો ઉપયોગ કરતા લોકોના કિસ્સા જોવા મળી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરના બોડકદેવ પોલીસ દ્વારા અપહરણ અને લૂટ કેસમાં ધરપકડ ત્રણ લોકોની ધરપકડ કરી છે જેમના નામ સ્વપ્નિલ દેસાઈ, આયુષ રબારી અને આર્યન દેસાઈ છે. આ આરોપીએમોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી એક યુવકને મળી તેનું અપહરણ કરી લૂંટી લીધો હતો.અમદાવાદમાં એક યુવકને એપ્લિકેશનથી મિત્ર બનેલા શખ્સોએ લૂંટવામાં આવ્યો છે. આરોપીઓએ લૂંટના ઇરાદે યુવકનું અપહરણ કરી ગાડીમાં લઈને પૈસા પડાવ્યા.જો કે રોકડ પૈસા ન મળતા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. બોડકદેવ પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો જૂનાગઢનો રહેવાસી પૂજન વસોયા અમદાવાદના થલતેજ વિસ્તારમાં મિત્રો સાથે ભાડે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 8 સપ્ટેમ્બરના રાત્રે પૂજન જમીને સિંધુભવન રોડ પર બેસવા જઈ રહ્યો હતો, ત્યારે બાગબાન ચાર રસ્તા પાસે એક કાર ઉભી હતી તે કારના ચાલકે પૂજનનો હાથ ખેંચી તેને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાઉસફુલ 5ની મહિલા સ્ટાર કાસ્ટ ફાઈનલ થઈ ગઈ, સાથે ડિનો મોરિયાની ફિલ્મમાં એન્ટ્રી
Next articleવિરમગામના ગોડાઉનમાં વરસાદી પાણી ભરાતા રૂ.2.15 કરોડની ડાંગર પલળી