Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના મણિનગરની નેલ્સન સ્કૂલ રહેણાંક વિસ્તારમાં હોવાથી આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકી...

અમદાવાદના મણિનગરની નેલ્સન સ્કૂલ રહેણાંક વિસ્તારમાં હોવાથી આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે

3
0

(જી.એન.એસ) તા. 25

અમદાવાદ,

શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ નેલ્સન સ્કૂલ ને લઈને આજુ બાજુમાં રહેતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી. મંગળવારે નેલ્સન શાળા સામે ત્યાંના સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં પણ આવ્યું હતું.

રહેણાંક વિસ્તારમાં શાળા બનાવવામા આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ફક્ત પ્રિપ્રાઈમરી શાળા ચલાવવા માટે મંજૂરી લેવામાં આવી હતી. પરંતુ શાળા સંચાલકોએ મનમાની કરતા મંજૂરી મળ્યા બાદ 1થી 8 સુધીના વર્ગો શરૂ દીધા. જેના કારણે આસપાસ રહેતા સ્થાનિકોને અનેક મુશ્કેલીઓના સામનો કરવો પડે છે. વાલીઓ તેમના બાળકોને શાળાએ મૂકવા આવે ત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જેના કારણે અનેક વખત રહીશોને તેમના ગંતવ્ય સ્થાને પંહોચવા ભારે ટ્રાફિકમાંથી પસાર થવું પડે છે.

નેલ્સન સ્કૂલ 2024થી શરૂ કરવામં આવી છે. શાળા સંચાલકો પોતાની મનમાની કરવા લાગ્યા છે જેના કારણે સ્થાનિકોને અગવડતાનો સામનો કરવો પડે છે. સ્થાનિકોએ શાળા સંચાલકો પર આક્ષેપ કર્યો કે પ્રિપાયમરીની મંજૂરી લઈ વધુ કમાણીની લાલચમાં હંગામી ધોરણે 1 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિકોનો હોબાળા સામે નેલ્સન સ્કૂલના વિદ્યાર્થીઓ પણ વિરોધ કયો.શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસની નારેબાજી સાથે એક હાથમાં સ્કૂલ બેગ અને બીજા હાથમાં પ્લેકાર્ડ સાથે નારા લગાવ્યા.

નેલ્સન શાળા રહેણાંક વિસ્તારમાંથી હટાવવા સ્થાનિકો દ્વારા માગ કરાઈ છે. આગામી સમયમાં નેલ્સન શાળા સામે સ્થાનિકોનો વિરોધ વધુ ઉગ્ર બને તેવી સંભાવના છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field