(જી.એન.એસ) તા. 19
અમદાવાદ,
અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજો ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાઈને પડ્યો હતો. દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું મૃત્યુ જ્યારે બીજો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ફ્લાયઓવર બનાવવાની કામગીરીને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. જેના કારણે અહીં અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.