Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના ધોળકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો

અમદાવાદના ધોળકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો

5
0

(જી.એન.એસ) તા.૧૨

 

અમદાવાદ,

ધોળકા તાલુકાના ધોળી ગામે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગામનાં લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોએ વારંવાર સરપંચને વિકાસનાં તથા અન્ય રોજિંદા જીવનમાં આવતાં કાર્યો માટે રજૂઆત કરવામાં આવતી હતી. પરંતુ સરપંચ દ્વારા પદનો દુરુપયોગ કરીને અભદ્રભાષામાં અને ગમે તેવાં જવાબ આપવા આવતાં હતાં. જેથી કંટાળી આ સર્વે સભ્યોએ આ આખરી નિર્ણય લઈ સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જેમાં સરકારનાં અઘિકારીઓ દ્વારા મનઘડત નિર્ણય કરી મરણ પામેલ સભ્યની હાજરી ગણી, બહુમતી હોવાં છતાં બે તૃતીયાંશનો આગ્રહ રાખી ગામની પ્રાથમિક અને જીવનજરૂરિયાતની બાબતો માટે પોતાની પવિત્ર ફરજ બજાવતા સભ્યો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ફગાવી દીધી હતી અને સ્થળ પર કોઇપણ જાતનો જવાબ કર્યા વગર અને સભ્યો દ્વારા આપવામાં આવેલા હાઈકોર્ટના આદેશની કોપી પણ સ્વીકારવાની ના કરી હતી અને ગાડીમાં સવાર થઈ ચાલતી પકડી હતી. પરંતુ આ સભ્યો દ્વારા જયારે ગાડી રોકી ત્યારે તાલુકામાંથી આવેલાં બહેનને ટીડીઓ સાહેબને જાણ કરી બોલાવવામાં આવ્યા હતાં. ટીડીઓ સાહેબે પણ આવી કોઈ નિર્ણય લીધો ન હતો અને સભ્યો દ્વારા આપવામા આવેલી લેખિત રજૂઆત સ્વીકારી હતી અને આવતી કાલે જવાબ કરવાનું આશ્વાસન આપ્યું હતું. ટીડીઓ સાહેબને પત્રકારો દ્વારા આ અંગે માહિતી માંગવા છતાંય જવાબ આપવાનું ટાળ્યું હતું આમ ચુંટાયેલા પ્રતિનિધિઓ સાથે અન્યાય થયાનો અહેસાસ થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field