Home ગુજરાત અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે 1500 થી વધારે રામ જન્મભૂમિ મુક્તિ...

અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે 1500 થી વધારે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના કાર સેવકોનું અભિવાદન કરાયું

18
0

(જી.એન.એસ), તા.૧૧

અમદાવાદ,

રામ મંદિરના નિર્માણ સમયે કારસેવકોને યાદ કરી તેમનુ અભિવાદન કરવું જ રહ્યું. આ કાર સેવકોના બલિદાન અને સંતોના બદલા ના પરિણામે રામ જન્મભૂમિ મુક્ત થઈ અને ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું જેને લઇ અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય સંત સમિતિના સંયુક્ત ઉપક્રમે 1500 થી વધારે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના કાર સેવકોનું અભિવાદન કરાયું છે. જેમાં અખિલ ભારતીય સંઘ સમિતિના અધ્યક્ષ પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ એવમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અને ગામોમાંથી આવેલા 1500 કાર સેવકો અને તેમના પરિવારનું જાસપુર વિશ્વ ઉમિયાધામ ખાતે આયુર્વેદન કરાયું હતું. આ સમારોહ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખશ્રી આર.પી.પટેલ જણાવે છે કે સન 1984 માં શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમિતિની રચના થઈ. અને 1985 રામજાનકી રથયાત્રાનું (જનજાગરણ) આયોજન અને ત્યારબાદ તા. 09-11-1989 માં સતત 40 દિવસ સુધી કારસેવકોની સતત મહેનતથી રામશીલાનું – ગામે ગામ અભિયાન ચલાવવામાં આવેલ.

500 વર્ષની સંઘર્ષ બાદ પ્રભુશ્રી રામ લલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થયા છે. આ પ્રભુશ્રી રામ લલ્લાને બિરાજમાન કરવાની ક્ષણના આપણે સાક્ષી બન્યા છીએ એ આપણું સૌભાગ્ય છે. સનાતન ધર્મની મહતાને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા કારસેવકોની મહેનત સાથે સમગ્ર હિન્દુ સમાજની લાગણી જોડાયેલ છે.રામ જન્મભૂમિ આંદોલનમાં જે તે સમયે ભાગ લેનાર કાર સેવકોના બલિદાન એવમ તેમની લડતના કારણે આપણે પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી શક્યા છીએ. આ અંગે વધુમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પુ. પૂ સપ્તમ્ કુવેરાચાર્ય જગદ્ગુરૂ શ્રી અવિચલદેવાચાર્ય મહારાજ એ જણાવ્યું કે શ્રીરામ જન્મભૂમિ આંદોલનનો હું પણ કારસેવક હતો. અને આજે મને ખુશી છે કે પ્રભુશ્રી રામ નિજ મંદિરમાં બિરાજમાન થયા તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ક્ષણનો સાક્ષી બન્યો છું. વધુમાં તેમણે કહ્યું કે, મારા માટે ગૌરવની વાત છે.રામ મંદિરના નિર્માણથી લઈને નિયત સમયમાં પ્રભુશ્રી રામલલા ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન વૈદિક ધર્મના વિધિ વિધાન મુજબ ઉજવણી કરવામાં ભારતના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રચંડ ઈચ્છા શક્તિ અને અટલ નિર્ણય શક્તિ એ મહત્વનો ભાગ ભજવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 11 દિવસનું તપ કરીને એક સંત તરીકેની ની ભૂમિકામાં રહીને જે કાર્ય કર્યું છે તે દેશ માટે ગૌરવની વાત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડગામના જલોત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી
Next articleમૌલાના સલમાન અઝહરીનાં કેસમાં હવે અરવલ્લી પોલીસ પણ ભચાઉ પહોંચી