Home ગુજરાત અમદાવાદના ક્રિકેટર સૌરવ ચૌહાણને આઈપીએલ ઓક્શનમાં આરસીબીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

અમદાવાદના ક્રિકેટર સૌરવ ચૌહાણને આઈપીએલ ઓક્શનમાં આરસીબીએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો

42
0

(જી.એન.એસ),તા.૨૦

દુબઈમાં યોજાયેલ મિની ઓક્શનમાં ઈતિહાસ રચાયો હતો. T-20 ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની મિની હરાજી 19મી ડિસેમ્બરે પૂર્ણ થઈ હતી. જેમાં 155 ખેલાડી પર બોલી લગાવવામાં આવી હતી. 72 ખેલાડીઓ sold થયા હતા. ત્યારે આઈપીએલમાં પ્લેયર ઓક્શન આ ગુજરાતી ક્રિકેટર્સને ફળ્યું છે. અમદાવાદના યુવા ક્રિકેટર સૌરવ ચૌહાણની IPL-2024 માટે પંસદગી થઈ છે. આરસીબીએ અમદાવાદના સૌરવ ચૌહાણને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.  IPL-2024 ના ઓક્શનમાં ગુજરાતી ક્રિકેટર સૌરવ ચૌહાણની લોટરી લાગી છે. અમદાવાદમાં ફાયર બ્રીગેડના કર્મચારીનો પુત્ર સૌરવ ચૌહાણ હવે વિરાટ કોહલી સાથે રમશે. રાજસ્થાન રોયલ્સ (આરસીબી) એ તેને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. સૌરવ લેફ્ટ હેન્ડેડ બેસ્ટમેન છે.

આઈપીએલમાં સૌરવ ચૌહાણની આ પહેલી એન્ટ્રી છે. તેઓએ અત્યાર સુધી આઈપીએલમાં એક પણ મેચ રમ્યા નથી. આ બેટ્સમેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. અમદાવાદના AMC સ્ટેડિયમના ગ્રાઉન્ડસમેનના પુત્ર સૌરવે અરુણાચલ પ્રદેશની ટીમ સામે આ વિસ્ફોટક ઈનિંગ રમીને પોતાની હિટિંગ ક્ષમતા સાબિત કરી હતી. સૌરવે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને મેઘાલયના અભય નેગીનો રેકોર્ડ તોડ્યો હતો. જેણે વર્ષ 2019માં મિઝોરમ સામે 14 બોલમાં અર્ધસદી ફટકારી હતી. સૌરવની બેટિંગના કારણે ગુજરાતની ટીમે માત્ર 8 ઓવરમાં અરુણાચલના 127 રનના સ્કોરનો પીછો કરી લીધો હતો. સૌરવ ચૌહાણની રાજસ્થાન રોયલ્સમાં એન્ટ્રીથી ટીમને બેટિંગ પાવર મળશે. સૌરવ નંબર 3 પર RCB માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જ્યારથી વિરાટે ઓપનિંગ શરૂ કરી છે ત્યારથી નંબર 3 ટીમ માટે મુશ્કેલ પાઠ બની ગયો છે. આવી સ્થિતિમાં સૌરવ IPL 2024માં RCB માટે નંબર 3 પર રમતા જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં મનિયા ડુક્કર ગેંગના સભ્યોએ વિશાલ વાઘની ગેંગ પર જાહેરમાં હુમલો ક્યો
Next articleતથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી