(જી.એન.એસ),તા.૩૦
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં રવિવાર 30મી જૂનના બપોરના વરસેલા ભારે વરસાદને કારણે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમદાવાદ શહેરના બે અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. તો શહેરભરમાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર વાસણા નજીક બાંધવામાં આવેલા બેરેજના ચાર દરવાજા દોઢ ફુટ સુધી ખોલવાની તંત્રને ફરજ પડી છે. દક્ષિણ-મધ્ય ગુજરાતની સાથે સાથે આજે અમદાવાદ શહેરમાં પણ બપોરના સમયે સારો વરસાદ વરસ્યો હતો. અમદાવાદ શહેરમાં માત્ર દોઢ કલાકના સમયગાળામાં વરસેલા એકધારા વરસાદને કારણે અમદાવાદમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા હોય તેવા પરંપરાગત વિસ્તારોમાં ઉપરાંત અન્ય નવા વિસ્તારોમા પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોની હેરાનગતીમાં વધારો થયો હતો. માત્ર દોઢ કલાક વરસેલા વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર વાસણામાં બાંધવામાં આવેલા બેરેજના ચાર દરવાજા દોઢ ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદના અખબાર નગર અન્ડરબ્રિજ અને મીઠાખળી અન્ડરબ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં ઠેર ઠએર પાણી ભરાયા છે. મુખ્ય રસ્તા પર દોઢ ફુટના પાણી ભરાયા છે. ક્લબ O7 પાસે એકથી દોઢ ફુટ સુધી પાણી ભરાયા છે. આસપાસની સોસાયટીમાં પણ પાણીનો ભરાવો થયો છે. સમત્વ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા 2 થી 2.5 ફુટ સુધી પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની કોઈ સુવિધા ન હોવાથી ઠેર-ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. જેમા અનેક લોકોના વાહનો ફસાઈ જતા લોકોએ ધક્કા મારી બહાર કાઢવાની ફરજ પડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.