Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના અંડરબ્રિજમાં કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા આપ્યા બાદ કામગીરી બંધ

અમદાવાદના અંડરબ્રિજમાં કોન્ટ્રાક્ટરને સમય મર્યાદા આપ્યા બાદ કામગીરી બંધ

36
0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોના અણઘડ આયોજનના કારણે કામની રકમમાં પાછળથી કરોડો રૂપિયાનો વધારો આપી અને સમય મર્યાદા વધારી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવામાં આવતો હોય છે. જેના કારણે કોન્ટ્રાક્ટરોને કમાણી અને પ્રજાને હાલાકી પડે છે. અમદાવાદના ચેનપુર વિસ્તારમાં રેલવે અન્ડરબ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટર સહજ પ્રોજેક્ટસ પ્રાઇવેટને રૂ. 1.25 કરોડનો વધારો અને છ મહિનાની સમયમર્યાદા વધારી આપવા છતાં પણ ચેનપુર અન્ડરબ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી.

સાત મહિના પહેલા કે પરિસ્થિતિ અન્ડરબ્રિજની હતી એવી જ પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે. શહેરના ન્યુ રાણીપ અને એસજી હાઇવેને જોડતાં ચેનપુર રોડ પર અમદાવાદ- બોટાદ રેલવે લાઈન આવેલી છે. ચેનપુર ગામ ફાટક પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે અન્ડરબ્રિજ બનાવવા માટે વર્ષ 2020માં સહજ પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જમીનનું પઝેશન ન મળતા કામગીરી અટકી હતી. ગત માર્ચ મહિનામાં ભાજપના સત્તાધીશોએ કોન્ટ્રાક્ટર સહજ પ્રોજેક્ટ્સ કંપનીને રૂ. 1.25 કરોડનો વધારો અને 6 મહિનાની સમય મર્યાદા વધારી આપવાની દરખાસ્ત મંજૂર કરી હતી.

જો કે પણ આ અન્ડરબ્રિજની કામગીરી શરૂ થઈ નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સતાધીશો અને અધિકારીઓ આવા પ્રોજેકટના કામો પર ધ્યાન જ નથી આપી રહ્યા જેના કારણે પ્રજાને હાલાકી પડી રહી છે. નવા બની રહેલા અન્ડરબ્રિજની ટીમે તપાસ કરતા એસજી હાઇવે જગતપુર તરફથી આવતા એક તરફનો રોડ ખોદી અને બંધ કરી દેવામાં આવ્યો છે. રોડ ખોદી બેરીકેડ લગાવીને રાખ્યા છે પરંતુ કામગીરી બંધ છે. નાના-મોટા અને ભારે વાહનો ત્યાંથી પસાર થાય છે જયારે ફાટક બંધ થાય ત્યારે ટ્રાફિકજામ થઈ જાય છે.

સાત મહિના પહેલા અન્ડરબ્રિજ જે પરિસ્થિતિમાં હતો એવી જ પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શા માટે બંધ કરી દેવામાં આવી છે ? કોન્ટ્રાકટરને રૂ. 1.25 કરોડનો વધારો અને સમય મર્યાદા વધારી આપી છતાં કેમ આ અન્ડરબ્રિજની કામગીરી હજી સુધી પૂર્ણ થઈ નથી તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદમાં વંદે ભારત સાથે અથડાયેલી ગાયને ટેગ નહીં હોવાથી ગુનો ન નોંધાયો
Next articleકમોડ-ધોળકા રોડ પર બાઇકની ટક્કરથી બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું