Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદનાં બાપુનગરમાં સાસરિયાએ ખોટી ફરિયાદ કરતા મહિલાનો દવા પી આત્મહતીયા કરી

અમદાવાદનાં બાપુનગરમાં સાસરિયાએ ખોટી ફરિયાદ કરતા મહિલાનો દવા પી આત્મહતીયા કરી

16
0

(જી.એન.એસ)તા.1

અમદાવાદ,

બાપુનગરમાં રહેતી મહિલાએ તેના સાસરિયાના ત્રાસથી કંટાળીને એલર્જીની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં સાસરીયા દ્વારા મહિલા સામે ખોટી પોલીસ ફરિયાદો અને અરજી કરતા હતા તેમજ પતિને પણ ખોટી ચઢામણી કરીને ત્રાસ આપતા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાપુનગરમાં રહેતા અને ટીફીન બનાવવાનું કામ કરતી ૪૨ વર્ષની મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં દિયર અને દેરાણી તથા નણંદ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ઘરે ઉપરના માળે તેમના દિયર અને દેરાણી તથા નણંદ રહે છે. અને મહિલાની નણંદનો પુત્ર વટવા ખાતે રહે છે. પરિવારના તમામ લોકો ફરિયાદી મહિલા વિરુધ્ધ ખોટી ખોટી પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરતા રહેતા હતા જેથી તેમને મનમાં લાગી આવતા રવિવાર રાત્રે મહિલાએ એલર્જીની દવા વધુ પ્રમાણ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  દવા પીવાને લીધે મહિલાને છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો. આ સમયે તેમની દિકરી આવી પહોંચતા માતાને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં લઈને જઇને દાખલ કર્યા હતા હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“નવરાત્રી શક્તિપર્વ – ૨૦૨૪”
Next articleગુજરાતનું પાણીઆરું છલકાયું