Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદનાં નારોલ વિસ્તારમાં અસામાજિક તત્વોના ટોળાએ છરી વડે રૌફ જમાવ્યો

અમદાવાદનાં નારોલ વિસ્તારમાં અસામાજિક તત્વોના ટોળાએ છરી વડે રૌફ જમાવ્યો

12
0

CCTVનાં આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી

(જી.એન.એસ) અમદાવાદ,તા.૨૨

મેટ્રો સિટી અમદાવાદમાં અનેક વાર કહેવાતા માથાભારે શખ્સોની લુખ્ખાગીરી સામે આવતી હોય છે. આવી જ એક ઘટનામાં અમદાવાદની નારોલ પોલીસ અસામાજિક તત્વોમાંથી એક આરોપીની ઘરપકડ કરી છે. વાસ્તવમાં અસામાજિક તત્વોના ટોળાએ શહેરના નારોલ વિસ્તારમાં છરી વડે રૌફ જમાવ્યો હતો. જેમાં આ ઇસમોએ બુકાની પહેરી લોકોને છરી બતાવી ઘમકી આપી હતી. જે ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી. આ દરમિયાન પોલીસે હવે અસામાજિક ઇસમની ધરપકડ કરી છે. અમદાવાદના નારોલના શાહવાડી વિસ્તારમાં આવેલ શ્યામ વિહાર ફ્લેટમાં અજાણ્યા ઇસમોએ છરી વડે રૌફ જમાવી લોકોને ધમકી આપી હતી. વાસ્તવમાં અગાઉ સોસાયટીમાં પાર્કિંગમાં બેસતા અસામાજિક તત્વોને રહીશોએ ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને અસમાજીક તત્વોએ દહેશત ફેલાવી હતી. જેને લઈ અસામાજીક તત્વોએ બૂકાની પહેરીને લોકોને ધમકી આપી હતી. આ તરફ હથિયારો સાથે અસમાજીક તત્વોની કરતૂતો CCTVમાં કેદ થઈ હતી. જેને લઈ હવે નારોલ પોલીસે આ ઇસમો પૈકી એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડીંગ મશીન સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પર સાથે મંદિરોમાં પણ મુક્વામાં આવ્યા
Next articleઆર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળવાની તૈયારીમાં..