Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદનાં થલેતજ વિસ્તારમાં કાગડાઓ લોકો પર તૂટી પડ્યા

અમદાવાદનાં થલેતજ વિસ્તારમાં કાગડાઓ લોકો પર તૂટી પડ્યા

20
0

(GNS),03

અમદાવાદ શહેરમાં થલેતજ વિસ્તારમાં કાગડાએ લોકોને પરેશાન કરી દીધી છે. એક બે કે વીસ પચ્ચીસ નહીં પરંતુ 500 લોકોને કાગડાએ પોતાની ચાંચ વડે પ્રહાર કરીને પરેશાન કરી દીધા છે. જોકે કાગડાની પરેશાનીમાંથી હજુ સુધી છુટકારો મળ્યો નથી. તમે જરાક ચોંકી ઉઠ્યા હશો.. પરંતુ ખરેખર પણ વાત એવી જ છે. થલતેજ વિસ્તારમાં છેલ્લા એખ સપ્તાહથી એક કાગડાએ ભારે કરી છે. વિસ્તારમાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો અને અન્ય લોકોને કાગડાએ પરેશાન કરી મુક્યા છે. માથા પર સીધો જ પ્રહાર કરી દે છે અને લોકો પરેશાન બન્યા છે. થલતેજ વિસ્તારમાં આવેલ ટાઈટેનિયમ સ્ક્વેર વિસ્તારમાં રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકોને માથામાં ચાંચ વડે એક કાગડો અચૂક હૂમલો કરી દે છે. વિસ્તારમાં સપ્તાહમાં 500 થી 700 લોકોને કાગડાએ ચાંચ મારીને પરેશાન કર્યા છે. કાગડાના આ વર્તન લઈ સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા આ માદા કાગડાએ ચાર રસ્તા પરના એક ઝાડ પર ઈંડા મુક્યા હતા. માદ કાગડાના આ ઈંડા નીચે પડી જવાને કારણે કાગડા હવે રસ્તે આવન-જાવન કરતા દરેક રાહદારીઓને ચાચમારી ઈજાગ્રસ્ત કરી રહ્યો છે. મોટા ભાગે કાગડો સવારના અને સાંજના સમયે એટેક કરે છે. નોકરી જતા લોકોને અને વાહન ચાલકોને કાગડો એટકે કરતા લોકોમાં ડર વ્યાપ્યો છે. લોકોમાં ડર ફેલાવાને લઈ હવે કાગડાથી છૂટકારો મેળવવા માટે રોષ વ્યાપ્યો છે. કાગડાને પકડીને તંત્ર વિસ્તારમાંથી ભય ઘટાડે એવો રોષ વર્તાઈ રહ્યો છે. બાળકોને શાળાએ આવતા જતા હુમલો કરે કે ટુ વ્હીલર પર રહેલા માસૂમ બાળકોને માથામાં ઈજા પહોંચે તો એવો ડર સતાવી રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleછેલ્લા 2 વર્ષમાં મુન્દ્રા પોર્ટ પરથી 3,114 કિલો ડ્રગ્સ ઝડપાયું : કેન્દ્રીય ગૃહ મંત્રાલય
Next articleલિલિયાના લોકાલોકી ગામે કોંગો ફિવરથી એકનું મોત