મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી, વિમાન ફરી દુબઈ જવા રવાના થઈ ગયું
(જી.એન.એસ),તા.૦૬
કરાચી
કોઈપણ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું તો ક્યારેક ટેકનિકલ ખામીને કારણે તો ક્યારેક કોઈની ખરાબ તબિયતના કારણે આવું થાય છે. આ વખતે સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. 5 ડિસેમ્બરે રાત્રે લગભગ 9.30 વાગ્યે સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટને ઈમરજન્સીના કારણે પાકિસ્તાનના કરાચીમાં લેન્ડ કરવામાં આવી હતી..
સ્પાઈસજેટે આ વિશે જણાવ્યું કે, પ્લેન બોઈંગ 737 અમદાવાદથી દુબઈ જઈ રહ્યું હતું. તે દરમિયાન 27 વર્ષીય મુસાફર ધકાલ દર્મેશને સુગર લેવલ ઓછું થવાને કારણે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી પ્લેનને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. અહીં મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. સારવાર બાદ મુસાફર સ્વસ્થ થઈ ગયો અને વિમાન ફરી દુબઈ જવા રવાના થઈ ગયું હતું..
તમને જણાવી દઈએ કે ગયા મહિને જ 24 નવેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સે માહિતી આપી હતી કે સાઉદી અરેબિયાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં મેડિકલ ઈમરજન્સી છે. ફ્લાઈટમાં એક મુસાફરની તબિયત લથડી હતી. જેના કારણે ફ્લાઈટને પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈન્ડિગો દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના કરાચીમાં એક ડૉક્ટરે પેસેન્જરની તપાસ કરી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. જ્યારે પ્લેન પરત આવ્યું ત્યારે પેસેન્જરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.