(જી.એન.એસ)તા.૧૨
અમદાવાદ,
અમદાવાદથી જેદ્દાહ ફલાઇટના વોશરૂમના કમોડ પર કોઈએ કાગળની ચિઠ્ઠીમાં એક લિટીમાં BUMB લખ્યું હતું. ક્રૃ મેમ્બર સાક્ષી બીસ્ટના ધ્યાન પર આ વાત આવતા, ફલાઇટ કેપ્ટન અને ATC ને જાણ કરી હતી. અમદાવાદથી જેદ્દાહ ફલાઇટના વોશ રૂમના કમોડ પર કોઈએ કાગળની ચિઠ્ઠીમાં એક લિટીમાં BUMB લખ્યું હતું. ક્રૃ મેમ્બર સાક્ષી બીસ્ટના ધ્યાન પર આ વાત આવતા, ફલાઇટ કેપ્ટન અને ATC ને જાણ કરી હતી. ફલાઇટ લખનૌ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે 10.12 વાગે લેન્ડ થઈ હતી. જેદ્દાહ ઉડાન ભરવાની હતી. ફલાઇટને ટર્મિનલ 2 પર લઈ જઈ BDS, સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન ચેકીંગ કર્યું પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. BUMB લખી ફલાઇટના મુસાફરોમાં ભય ફેલાવનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ એરપોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફલાઇટ સ્ટાફના સંદેશા અને એરપોર્ટ ઓથોરિટીની સૂચના બાદ SOP મુજબ હાઇલેવલ સિક્યુરિટી કમિટીની બેઠક થઈ હતી. ક્લિયરન્સ મળ્યા બાદ ફલાઇટ રવાના થઈ હતી. ગુજરાતમાં આ પહેલા એરલાઇન્સોને ફ્લાઇટ ઉડાડવાની મળતી ધમકી હવે સીધી જમીન પર આવી ગઈ હવે હોટેલોને બોમ્બ ઉડાડવાની ધમકી મળી રહી છે. બની શકે કે હોટેલે કદાચ ખાવાનું સારું બનાવ્યું ન હોય, તેના ખાવામાં જીવાત આવી હોય પણ તેના કારણ તેને બોમ્બ ઉડાડવાની ધમકી તો ન આપી શકાયને. રાજકોટ બાદ હવે સુરતમાં પણ હોટલમાં બોમ્બનો ઇ-મેઈલ આવ્યો હતો. સુરતની લા મેરેડીયન ફાઇવ સ્ટાર હોટલમાં બૉમ્બ મુકાયાનો ઇ-મેઈલ આવ્યો હતો. ઈમેઈલ મળતા જ સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઇ. સુરત શહેર પોલીસે લા મેરેડીયન હોટલમાં તપાસ શરૂ કરી છે.. ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્કવોડને પણ બોલાવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટમાં 5 સ્ટાર હોટેલસહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ મળતા દોડધામ મચી ગઇ હતી. રાજકોટની 5 સ્ટાર હોટેલો સહિત 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના સમાચારથી ચકચાર મચી ગઈ હતી. વિગતો મુજબ રાજકોટની ઇમ્પીરિયલ પેલેસ, સયાજી હોટેલ, સિઝન્સ હોટેલ, હોટેલ ગ્રાન્ડ રેજંસી સહિત હોટેલને એક સાથે મેઈલ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ ગઇ હતી અને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. આ સાથે કોણે મેઈલ કર્યો છે તે અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.