Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદથી ગોવાના મોપા એરપોર્ટની ડોમેસ્ટિક અને બેંગકોક માટે રોજ એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ!

અમદાવાદથી ગોવાના મોપા એરપોર્ટની ડોમેસ્ટિક અને બેંગકોક માટે રોજ એક ઈન્ટરનેશનલ ફ્લાઈટ!

34
0

અમદાવાદ એરપોર્ટ પરથી જનાર મુસાફરો માટે હવે નવી ત્રણ ફ્લાઈટ શરૂ થઈ છે ડોમેસ્ટિકમાં અમદાવાદથી ગોવાના નવા મોપા એરપોર્ટ પર ડાયરેકટ ફલાઇટ શરૂ થશે અને ઇન્ટરનેશનલ પ્રવાસી માટે અમદાવાદની બેંગકોક થાઈ સ્માઈલ એરલાઇન્સ તથા અને અમદાવાદથી દા નાંગ વાઈટજેટ એરલાઇન્સની ફલાઇટ શરૂ થઈ છે.ડિસેમ્બર મહિનામાં 31st ડિસેમ્બરની ઉજવણી કરવા જનારા પ્રવાસીઓને આ ફ્લાઇટનો લાભ મળશે.

કોરોના બાદ અનેક ઇન્ટરનેશનલ ફલાઇટ બંધ થઈ હતી ત્યારબાદ કેસ ઘટતા તબક્કાવાર અનેક ઇન્ટનેશનલ ફલાઈટ શરૂ થઈ છે ત્યારે હવે બેંગકોક અને દા નાંગની ડાયરેકટ ફલાઇટ શરૂ થઈ છે.બેંગકોક માટે અમદાવાદથી રોજ એક ફલાઇટ ચાલુ થઈ છે જ્યારે દા નાગ માટે અઠવાડિયામાં 4 દિવસ ફલાઇટ શરૂ થઈ છે.પ્રથમ વખત બેંગકોક માટે રોજ અમદાવાદની ફલાઇટ શરૂ કરવામાં આવી છે.

બેંગકોક માટે થાઇ સ્માઈલ અને દા નાગ માટે વાઈટજેટ એરલાઇન્સ શરૂ થઈ છે. ગોવામાં મોપા એરપોર્ટનું પણ તાજેતરમાં જ ઉદ્ઘાટન થયું છે.નવા એરપોર્ટ માટે 3-4 ફલાઇટ ટ્રાયલ માટે શરૂ કરી છે.જાન્યુઆરી મહિનાથી ગોવા મોપા એરપોર્ટ રાબેતા મુજબ શરૂ થશે.મોપા એરપોરથી શરૂ થનાર ફ્લાઈટમાં અમદાવાદનું પણ નામ છે.

અમદાવાદથી પણ મોપા એરપોર્ટ પર રોજ એક ફલાઇટ શરૂ થશે.જાન્યુઆરી મહિનાથી રાબેતા મુજબ અમદાવાદની ગોવાના મોપા એરપોર્ટ માટે ફલાઇટ અવર જવર કરશે જેનો લોકોને લાભ મળશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરબી એલસીબી ટીમે ફરાર આરોપીને ઝડપ્યો, આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવા તજવીજ હાથ ધરી
Next articleસુરેન્દ્રનગર બાર એસોસીએશનની ચૂંટણીનું 91% મતદાન, પ્રમુખ પદ માટે ધનશ્યામસિંહ ધીરૂભા ઝાલા વિજેતા