Home ગુજરાત અમદાવાદઃ પાણી માટે ખેડૂતોની ગાંધીગીરી, બૂટ પોલીશ કરી વિરોધ

અમદાવાદઃ પાણી માટે ખેડૂતોની ગાંધીગીરી, બૂટ પોલીશ કરી વિરોધ

383
0

(જી.એન.એસ), તા.૪
અમદાવાદઃવિજાપુર રોડ પર આવેલા 22 ગામના ખેડૂતો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા ગાંધીગીરીના રસ્તે આવી ગયા છે. 2000 ખેડૂતો વતી કેટલાક પ્રતિનિધિઓએ સરકાર સામે વિરોધ નોંધાવતા કાલુપુર રેલવે સ્ટેશનની બહાર આવતા જતા લોકોના બૂટ પોલીશ કર્યા હતા.
કડાણા ડેમ સાથે જોડાયેલી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સાબરમતી (દક્ષિણ) તટ વિસ્તારના ખેડૂત મંડળના પ્રમુખ ગૌરવ પંડિત સહિત કેટલાક ખેડૂતોએ કાલુપુર રેલવે સ્ટેશન જતા રોડ પર પસાર થતા લોકોના બૂટ પોલીશ કર્યા હતા. ગૌરવ પંડિતે કહ્યું હતું કે, અમદાવાદ-વિજાપુર રોડ પર આવેલા 22 ગામના ખેડૂતો સિંચાઈ માટે સુજલામ સુફલામ યોજનાનું પાણી માંગી રહ્યાં છે. જો સરકાર 6500 કરોડ રૂપિયા ખર્ચીને ૧૦ વર્ષથી સુજલામ સુફલામનું પાણી ખેડૂતોને ન આપી શકતી હોય તો યોજનાનો કોઈ મતલબ જ નથી. આ વિસ્તારના લોકો શાકભાજી અને તળબુચ વાવે છે, શરૂઆતમાં પાણી આપવાનું કહેતા એન્જિનિયર્સ ફેબ્રુઆરીમાં તડકો વધે એટલે બંધ કરે છે.’

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅજમેર દરગાહના દીવાને PM મોદી સમક્ષ બીફ અને ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી
Next articleભગવાન કૃષ્ણ પર ટ્વિટ મુદ્દે વિવાદમાં ફસાયેલા પ્રશાંત ભૂષણે આખરી માફી માંગી