Home મનોરંજન - Entertainment અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈનું ડ્રગ્સના રેકેટમાં નામ ઊછળ્યું

અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈનું ડ્રગ્સના રેકેટમાં નામ ઊછળ્યું

72
0

(જી.એન.એસ),તા.૧૬

મુંબઈ,

બોલિવુડની એક ફેમસ અભિનેત્રીના ભાઈની પોલિસે ધરપકડ કરી હતી. આ મામલો ડ્રગ્સ સાથે જોડાયેલો છે. હવે અભિનેત્રીના ઘરમાં મુસીબત આવી છે. જે અભિનેત્રીની વાત કરી રહ્યા છે તેનું નામ રકુલ પ્રીત સિંહ છે. રકુલ પ્રીત જેનું નામ સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ ડ્રગ્સ મામલે ખુબ ચર્ચામાં રહ્યું હતુ. હવે તેના ભાઈ અમન પ્રીત સિંહ પર ડ્રગ્સ કેસમાં મુસબીત આવી છે. હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે, રકુલના ભાઈને હૈદરાબાદ પોલીસે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ મુજબ TGANBને જાણકારી મળ્યા બાદ સાઈબરાબાદ પોલીસ અને નરસિંગી પોલીસ સાથે મળી એક ફ્લેટમાં રેડ પાડી હતી. જેમાં અભિનેત્રીનો ભાઈ મળી આવ્યો હતો. આ સિવાય ડ્રગ્સ મામલે અંદાજે 13 લોકોની પણ ઘરપકડ કરી હતી. હાલમાં ડ્રગ્સની સપ્લાય કરનાર ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગણા એન્ટી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી 2.6 કિલોગ્રામ ડ્રગ્સ પણ મળ્યું છે. જેની કિંમત 35 લાખ રુપિયા બતાવવામાં આવી રહી છે.

આ મામલે પોલીસે 2.6 કિલોગ્રામ ડ્રગ્સ સિવાય 2 પાસપોર્ટ, 2 બાીક અને 10 ફોન જપ્ત કરી લીધા છે. હવે સૌથી પહેલા પોલીસ તમામ આરોપીઓની મેડિકલ તપાસ કરશે, ત્યારબાદ આ તમામને અદાલતમાં રજુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રકુલ પ્રીત સિંહના ભાઈ અમન સિહ અભિનેતા તરીકે ઈન્ડસ્ટ્રીમાં કિસ્મત અજમાવી હતી પરંતુ તેને કોઈ ખાસ ઓળખ મળી ન હતી. અમન પર આરોપ છે કે, તેમણે ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો. અમન પ્રીત એ 13 આરોપીઓમાંથી એક છે. જે નાઇજીરીયા નાગરિકો દ્વારા ચલાવવામાં આવી રહેલા એક ડ્રગ્સ રેકેટમાં સામેલ હતો.ભારતમાં નશાને લઈને કડક નિયમ છે તેમ છતાં 35 કરોડથી વધુ લોકો નશો કરે છે. નશાને રોકવા માટે એજન્સીઓ સતત કામ કરી રહી છે. ઈથિપોપિયા, નાઇજીરીયા, યુગાંડા જેવા દેશમાંથી નશીલા પદાર્થ દુબઈ, શારજહા થઈ ભારત પહોંચે છે. નાઇજીરીયા જે આખી દુનિયામાં નશા માટે બદનામ છે. જેને મહામારી માનવામાં આવે છે. નાઇજીરીયા ગેરકાયદેસર ડ્રગ્સનું મુખ્ય ઉત્પાદક, વેંચાણ તરીકે જાણીતું બન્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોરબંદરમાં હાર્બર મરીન પોલીસે દારુ તથા બિયરનો મોટો જથ્થો ઝડપી પડયો
Next articleવિકી કૌશલ તૃપ્તિ ડિમરી દિલ્હી મેટ્રોમાં એક સાથે જોવા મળ્યા