(જી.એન.એસ),તા.૨૧
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અયોધ્યા પહોંચી ગઈ છે. અભિનેત્રી અહીં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા આવી છે. આવી સ્થિતિમાં તેણે મીડિયા સાથે વાત કરી છે. કંગનાએ કહ્યું કે, અયોધ્યા ધામમાં આવતા લોકો પુણ્ય કમાય છે. કંગના રનૌત અયોધ્યા પહોંચતા જ મીડિયા દ્વારા ઘેરાઈ ગઈ હતી. વાતચીતમાં અભિનેત્રીએ કહ્યું, ‘અયોધ્યા ધામની મુલાકાત લેનારાઓ ઘણું પુણ્ય કમાય છે. અયોધ્યા ધામ આપણા માટે એ જ રીતે મહત્વનું છે જે રીતે વિશ્વમાં વેટિકન સિટીનું મહત્વ છે. કંગના રનૌતને વધુમાં પૂછવામાં આવ્યું કે, આમંત્રણ મળ્યા બાદ પણ કેટલાક લોકો આવવાની ના પાડી રહ્યા છે. તમે તેમને શું કહેવા માંગો છો? જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘હું શું કહું? આ અમારું સૌભાગ્ય છે કે શ્રી રામે અમને અયોધ્યા આવીને તેમના દર્શન કરવાની સદબુદ્ધિ આપી છે. આ પહેલા કંગના રનૌતે અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમાના વખાણ કર્યા હતા. આ પ્રતિમાના વખાણ કરતા કંગનાએ કહ્યું હતું કે તેણે હંમેશા ભગવાન રામના બાળ સ્વરૂપની આ રીતે કલ્પના કરી છે. તેમણે આ પ્રતિમા બનાવનારા શિલ્પકાર અરુણ યોગીરાજની પણ પ્રશંસા કરી હતી. અભિનેત્રી કંગના રનૌતે અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં પૂજા કરી હતી.
કંગના રનૌતે કહ્યું કે, અમે સ્વચ્છતા અભિયાન દ્વારા લોકોને પ્રેરિત કરવા માંગીએ છીએ. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. અયોધ્યામાં દરેક જગ્યાએ ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે અને લોકો ભક્તિમાં મગ્ન છે. વિવિધ સ્થળોએ ભજન અને યજ્ઞોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાણે આપણે ‘દેવ લોક’ સુધી પહોંચી ગયા હોય તેવું પ્રતિત થાય છે. જેઓ આવવા માંગતા નથી તેમના વિશે અમે કંઈ કહી શકતા નથી. અત્યારે અયોધ્યામાં આવીને ખૂબ જ સારું લાગે છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઘણા બોલિવૂડ સેલેબ્સને આમંત્રણ મળ્યું છે. કંગના રનૌત પણ તેમાંથી એક છે. પ્રોજેક્ટ્સની વાત કરીએ તો કંગના ટૂંક સમયમાં ‘ઇમરજન્સી’માં જોવા મળશે. આમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. કંગના આ ફિલ્મની ડાયરેક્ટર પણ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.