(જી.એન.એસ),તા.૦૪
મુંબઈ
દેશના અબજાેપતિ ઉદ્યોગપતિ રતન ટાટા ને કોઈ પરિચયની જરૂર નથી અને તેમને ચાહકોના ટોળાં ભેગા કરવાની કોઈ જરૂર પણ નથી. આમ છતાં, તેમના ફેનલિસ્ટમાં ટીનએજરથી માંડી સિનિયર સિટિઝનનો સમાવેશ થાય છે. ભારતનુ અનમોલ રતન એવા રતન ટાટા ની વાત કરતી એક વીડિયો ક્લિપ અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. અનુષ્કાએ રતન ટાટા ને ગ્રેટેસ્ટ બિલિયોનર ગણાવ્યા હતા. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે, રતન ટાટા ની કંપનીએ મેળવેલી આવકનો બે તૃતિયાંશ ભાગ સેવા કાર્યોમાં કઈ રીતે વપરાય છે. રતન ટાટા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બને તે આપણા ભવિષ્ય માટે જરૂરી છે. કારણ કે, તેમની કંપનીઓની નેટવર્થ ૩૦૦ બિલિયન ડોલર છે. તેમને મળેલા ડિવિડન્ડમાંથી બે તૃતિયાંશ રકમ સીધી ચેરિટીમાં જાય છે. અનુષ્કાએ આ વીડિયો શેર કર્યા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે તેને રતન ટાટા ની જબહરી ફેન ગણાવી હતી. જ્યારે અનેકે સેવાકાર્યો, સાલસતા, માનવતા અને દેશપ્રેમ માટે રતન ટાટા ને બિરદાવ્યા હતા. અનુષ્કાએ શનિવારે ચકડા એક્સપ્રેસના શૂટિંગનું પહેલું શીડ્યુલ પૂરું કર્યું હતું. સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મ અંગે વાત કરવાની સાથે અનુષ્કાએ રતન ટાટા ની પ્રશંસા પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકડા એક્સપ્રેસમાં અનુષ્કા શર્માનો લીડ રોલ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.શાહરૂખ ખાનની જેમ અનુષ્કા શર્માએ પણ ‘ઝીરો’ની નિષ્ફળતા બાદ બ્રેક લીધો હતો. ૨૦૧૮માં રિલિઝ થયેલી ઝીરોના ધબડકા બાદ શાહરૂખે ચાર વર્ષે પઠાણનું શૂટિંગ શરૂ કર્યું છે, જ્યારે અનુષ્કા શર્મા ચકડા એક્સપ્રેસના શૂટિંગમાં બિઝી છે. ફિલ્મનું પહેલું શૂટિંગ શીડ્યુલ પૂરું થયું હોવાની વાત કરવાની સાથે અનુષ્કા શર્માએ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ રતન ટાટા ની ભરપૂર પ્રશંસા કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.