Home રમત-ગમત Sports અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપમાં સુપર-8માં પ્રવેશ મેળવ્યો

અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપમાં સુપર-8માં પ્રવેશ મેળવ્યો

54
0

(જી.એન.એસ),તા. 23

મુંબઈ,

ટી20 વર્લ્ડકપ 2024ની 48મી મેચમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની ટકકર સુપર-8ની મેચ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિચેલ માર્શે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અફઘાનિસ્તાને 148 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 127 રનમાં સમેટાઈ ગઈ હતી. ટી20 વર્લ્ડકપ 2024માંઅફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો છે, ઓસ્ટ્રેલિયાને હરાવીને T20 વર્લ્ડ કપમાં સુપર-8ની જંગ રોમાંચક બનાવી છે. અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. રાશિદ ખાનની આગેવાની વાળી આ ટીમે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાની ટીમને હાર આપી છે. ગત્ત વર્ષે વનડે વર્લ્ડકપ 2023માં ટીમ જીત સુધી પહોંચી હતી પરંતુ મેક્સવેલે આ જીત છીનવી લીધી હતી. આ વખતે અફઘાનિસ્તાનની ટીમે કોઈ ભૂલ કરી ન હતી. ટોસ હારી પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 148 રન બનાવ્યા હતા. રહમનુલ્લાહ ગુરબાઝે 60 રન અને ઈબ્રાહિમે 51 રનની ઈનિગ્સ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 127 રનમાં આઉટ થઈ હતી. પહેલી વખત હતુ કે, જ્યારે અફઘાનિસ્તાની ટીમ કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાને હારી આપી છે. ઓસ્ટ્રેલિયાની આ હારની સાથે તેનું સેમિફાઈનલમાં પહોંચવાની આશા રસપ્રદ બની છે. કારણ કે, હવે ઓસ્ટ્રેલિયાની ટીમે કોઈ પણ સંજોગોમાં 24 જૂનના રોજ સુપર-8મી છેલ્લી મેચમાં ભારતને હાર આપવી પડશે. ગુલબદીન નઈબે પોતાના ક્રિકેટ કરિયરમાં બેસ્ટ બોલિંગ કરી 4 ઓવરમાં માત્ર 20 રન આપી 4 વિકેટ લીધી હતી.નવીલ-ઉલ-હકે પણ આટલા જ રન આપ્યા હતા પરંતુ તેમણે 3 વિકેટ લીધી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
Next articleઆજ નું પંચાંગ (24/06/2024)