Home દુનિયા - WORLD અફઘાનિસ્તાનના ઐબકના મદરેસામાં બોમ્બ બ્લાસ્ટ, 15ના મોત અને 27 ઘાયલ

અફઘાનિસ્તાનના ઐબકના મદરેસામાં બોમ્બ બ્લાસ્ટ, 15ના મોત અને 27 ઘાયલ

39
0

અફઘાનિસ્તાનના સમાંગનમાં એક ધાર્મિક સ્કૂલમાં બુધવારે ધમાકો થયો, જેમાં 15 લોકોના મોતના સમાચાર છે. સ્થાનીક સમાચાર પ્રમાણે સમાંગનના એબક શહેરમાં જહદિયા મદરેસામાં વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત 20થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. TOLOnews પ્રમાણે એક હોસ્પિટલના ડોક્ટરે પુષ્ટિ કરી છે કે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા અને 27 ઈજાગ્રસ્ત થયા છે. ધમાકો બપોરની નમાજ દરમિયાન થયો હતો. તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે ઉત્તરી અફઘાનિસ્તાનમાં એક ધાર્મિક સ્કૂલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓના મોત થયા છે.

સ્થાનીક અધિકારીઓએ જણાવ્યું કે ધમાકો બપોરની નમાજ દરમિયાન થયો હતો. આંતરિક મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે કહ્યું કે ઉત્તરી સમાંગન પ્રાંતની રાજધાની એબકમાં થયેલા વિસ્ફોટમાં ઘણા અન્ય ઈજાગ્રસ્ત થયા છે. અત્યાર સુધી કોઈ સમૂહ કે સંગઠને વિસ્ફોટની જવાબદારી લીધી નથી. પાછલા વર્ષે અમેરિકા સમર્થિત સરકારને સત્તામાંથી હટાવ્યા બાદ તાલિબાનના નિયંત્રણમાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં ઘણા વિસ્ફોટ થયા છે. અધિકાર સમૂહોએ કહ્યું કે તાલિબાને માનવ અને મહિલાઓના અધિકારોનું સન્માન કરવા માટે ઘણી પ્રતિજ્ઞાઓ તોડી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવૈશ્વિક આતંકવાદી સંગઠન ISIS ચીફ યુદ્ધમાં માર્યો ગયો, “ન તારીખ જણાવી ન એ દિવસનો ઉલ્લેખ”
Next articleકડાણામાં અમિત શાહે કહ્યું, ‘1 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર હશે’