Home ગુજરાત અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ `૨,૭૧૧ કરોડની જોગવાઇ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ `૨,૭૧૧ કરોડની જોગવાઇ

23
0

(જી.એન.એસ),તા.૦૨

ગાંધીનગર,

પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના ૭૨ લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં ૬૮ લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્‍દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી-૨૦૨૪ થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે.

•             NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે `૭૬૭ કરોડની જોગવાઇ.

•             નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે ૭૨ લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે `૬૭૫ કરોડની જોગવાઇ.

•             “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે ૩૮ લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલી‌ન્ડર રિફીલીંગ કરી આપવા `૫૦૦ કરોડની જોગવાઇ.  

•             NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે `૧૬૦ કરોડની જોગવાઇ.

•             સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે `૫૧ કરોડની જોગવાઇ.

•             શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત `૩૦૦ પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા `૩૭ કરોડની જોગવાઇ.

•             નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે `૨૫ કરોડની જોગવાઇ.

*****

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field