Home મનોરંજન અનુપમ ખેરની ફિલ્મ જોવા મળી પોર્ન વેબસાઇટ પર, વાઇરસના કારણે થઈ મોટી...

અનુપમ ખેરની ફિલ્મ જોવા મળી પોર્ન વેબસાઇટ પર, વાઇરસના કારણે થઈ મોટી ગડબડ

1281
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તેની હોલિવૂડ ફિલ્મ ‘ધ બિગ સિક’ના કારણે ચર્ચામાં છે. જોરશોરથી ચાલતી આ ચર્ચાનું કારણ છે કે આ ફિલ્મ પોર્નહબ નામની એક એડલ્ટ વેબસાઈટ પર ડાઉનલોડ કરવામાં આવી છે. આ હોલિવૂડ ફિલ્મમાં અનુપમ ખેર મુખ્ય ભૂમિકા ભજવની રહ્યા છે. જો કે થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી આ ફિલ્મ એડલ્ટ સાઈટ પર ધૂમ મચાવી રહી છે.
મહત્વપૂર્ણ છે કે અનુપમ ખેર બોલિવૂડ ઉપરાંત હોલિવૂડના પણ ખ્યાતનામ કલાકાર છે. અનુપમ ખેર અભિનીત હોલિવુડ ફિલ્મ ધ બિગ સીક કેટલાક પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતાં ફિલ્મના એક અભિનેતા કુમૈલ નાન્જિયાનીએ ટ્વિટ કરી અને આ વાતને હળવા અંદાજમાં જણાવી છે કે જે લોકોએ ફિલ્મ ધ બિગ સીક નથી જોઇ તેઓ હવે પોર્ન વેબસાઇટ પર આ ફિલ્મની મજા માણી શકે છે. ફિલ્મ સાથે થયેલી આ હરકત પર પોર્ન વેબસાઇટ મેકર્સે જણાવ્યું છે કે આ ફિલ્મ એક વાયરસના કારણે એડલ્ટ વેબસાઈટ પર આવી ગઈ છે અને ટુંક સમયમાં તેને અહીંથી દૂર કરી દેવામાં પણ આવશે તેમ જણાવ્યું હતુ.

Previous articleધવન કરતાં આ ખેલાડીએ વિરાટની ચિંતામાં કર્યો વધારો…
Next articleઅક્ષય છે નંબર વન હીરો, જેના પર કોઈપણ ડાયરેક્ટર દાંવ લગાવવા તૈયાર