Home ગુજરાત અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલીન અદાણી ડીસાના મહેમાન બન્યાં, આદર્શ સ્કૂલની મુલાકાત લીધી

અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલીન અદાણી ડીસાના મહેમાન બન્યાં, આદર્શ સ્કૂલની મુલાકાત લીધી

37
0

ભારતમાં સોથી મોટું અને વિશ્વના બીજા ક્રમમાં અદાણી ગ્રુપ આવે છે. ત્યારે અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલીન અદાણી આજે ડીસાના મહેમાન બન્યા હતા. બચપનમાં અભ્યાસ કરેલ શાળાના દિવસો યાદ આવતા જ તેઓ ડીસાની આદર્શ હાઇસ્કુલના મહેમાન બન્યા છે. અદાણી ગ્રુપ ભારતનું સૌથી મૂલ્યવાન કોર્પોરેટ સમૂહ બની ગયું છે. અને તેના માલિક છે ગૌતમ અદાણી.

ગૌતમ અદાણી ના ભાભી શિલીન અદાણી બનાસકાંઠાની જાણીતી શૈક્ષણિક સંસ્થા આદર્શ વિદ્યા સંકુલ માં અભ્યાસ કરેલો છે. અદાણી ફાઉન્ડેશન ના ટ્રસ્ટી શિલીન અદાણી આજે શાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.તે દરમિયાન તેમણે શાળા માં પોતાના બાળપણની યાદો તાજી કરી હતી. તેમજ શાળાના પ્રધાનાચાર્ય કે પી રાજપૂત તેમજ ટ્રસ્ટીગણ સમક્ષ પોતાની શાળા સમયની યાદો તાજી કરવા એ સમયની વાતો રજૂ કરી હતી.

શિલીન અદાણી ખો – ખો રમતના ખેલાડી હતા અને તેઓ જિલ્લા અને રાજ્યકક્ષા સુધી રમવા ગયા હોવાનું જણાવ્યું હતું. તેમના વર્ગ શિક્ષિકા હસુમતીબેન પ્રજાપતિને મળીને ચરણોમાં વંદન કરતા બંને ભાવવિભોર થઈ ગયા હતા.પોતાના સમયના ગુરુજીઓને યાદ કરી એમના ચરણોમાં નતમસ્તક વંદન કર્યા હતા. બાદમાં જે વર્ગખંડ માં અભ્યાસ કરતા હતા તે વર્ગ અને સમગ્ર શાળા કેમ્પસમાં ફરી મુલાકાત લઇ પોતાના બાળપણની યાદો તાજી કરી હતી.

આ સમયે પોતાની વિદ્યાલય માટે જે પણ જરૂર છે તે પૂર્ણ કરવાની તેમજ શાળા માટે તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવતા સમગ્ર શાળા પરિવારમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો. 

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખંભાળિયામાં જિલ્લા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleવિસનગરના કાંસા ગામે વડના વૃક્ષ પર 15 ફૂટ ઉપર મહાકાળી માઁનો પાવાગઢ ગબ્બર બનાવી નવરાત્રિની ઉજવણી