Home ગુજરાત ઉત્તર ગુજરાત અડાલજના ત્રાગડ રોડ નજીક મહિલાની એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી, બાદમાં મોબાઈલની...

અડાલજના ત્રાગડ રોડ નજીક મહિલાની એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી, બાદમાં મોબાઈલની ઝૂંટવી ફરાર

48
0

ગાંધીનગરના અડાલજ ત્રાગડ રોડ ઉપર એકલતાનો લાભ ઉઠાવી લૂંટારૃએ અચાનક પાછળથી મહિલાને જબરજસ્તી પકડી લઈ શારીરિક છેડતી શરૂ કરવામાં આવી હતી. જેનાં પગલે મહિલાએ બુમાબુમ કરી મૂકતાં લૂંટારૃ તેણીનો 10 હજારની કિંમતનો મોબાઇલ લૂંટીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદમાં છેલ્લા ઘણા સમયથી લૂંટની વારદાતોનો સિલસિલો શરૂ થયો છે. એકલદોકલ રાહદારીઓને છાશવારે લુંટી લેવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.

ત્યારે મહિલાની એકલતાનો લાભ ઉઠાવી લૂંટારૃએ હદ વટાવી દીધી હતી. વૈષ્ણોદેવી સર્કલ માલાબાગ કાઉન્ટી-2 ખાતે રહેતી 35 વર્ષીય મહિલા સેકટર – 21 માં બજાજ લાઈફ ઈન્સ્યોરન્સમાં નોકરી કરે છે. ઓફિસમાં મિટિંગ પૂર્ણ કરીને સાંજના સમયે મહિલા તેના બોસની ગાડીમાં ઘરે જવા માટે નીકળી હતી. ત્યારે તેના પતિ વૈષ્ણોદેવી સર્કલે લેવા આવનાર હતા. આથી મહિલા વૈષ્ણોદેવી સર્કલે ગાડીમાંથી ઉતરી હતી અને ત્યાંથી પતિ સાથે ફોન ઉપર વાત કરતા કરતાં તે ઝાયડસ ર્બીલ્ડીંગના સર્વીસ રોડ ઉપરથી ત્રાગડ તરફ જતો પ્રથમ કટમાં ડાબી બાજુ વળી હતી.

તે વખતે આશરે 25 થી 30 વર્ષીય લૂંટારૃ અચાનક પાછળથી આવીને બંને હાથ વડે જબરજસ્તીથી મહિલાને પકડીને છેડતી કરવા લાગ્યો હતો. ત્યારે અચાનક શારીરિક હુમલો થતાં મહિલા હચમચી ઉઠી બુમાબુમ કરવા લાગી હતી. અને ધક્કો મારી લૂંટારૃની ચુંગલમાંથી છૂટવા પ્રયાસ કરવા લાગી હતી. આથી લૂંટારૃ 10 મહિલાના હાથમાંથી 10 હજારનો મોબાઇલ ફોન લૂંટીને નજીકની ઝાડીમાં થઈને ભાગી ગયો હતો.

એ સમયે મહિલાની બૂમો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જ્યાં તેનો પતિ પણ થોડીવારમાં પહોંચી ગયો હતો. બાદમાં ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. આ અંગે મહિલાની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંબાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકોને અરવિંદ કેજરીવાલના ગેરેન્ટી કાર્ડનું વિતરણ કરાયું
Next articleપારડીના યુવાને હિમાચલમાં યોજાયેલી દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો