Home દેશ - NATIONAL અજમેર દરગાહના દીવાને PM મોદી સમક્ષ બીફ અને ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની...

અજમેર દરગાહના દીવાને PM મોદી સમક્ષ બીફ અને ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી

477
0

(જી.એન.એસ), તા.૪
રાજસ્થાનના અજમેર ખાતે પ્રસિદ્ધ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર એકઠા થયેલા સૂફી સંતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આખા દેશમાં ગૌમાંસના વેચાણ પર પર્તિબંધ મૂકવાની માંગ કરી છે.
સૂફી સંતોએ કહ્યું કે ગૌમાંસના કારણે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે સંવાદિતામાં ઊણપ વર્તાવા લાગી છે. અજમેર દરગાહના દીવાન સૈયદ ઝૈનુઅલ અબેદીન અલી ખાને 12મી સદીની આ દરગાહ પર આયોજિત 805મા ઉર્સની સમાપન સમયે નિવેદન જારી કરીને ગૌમાંસ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સૂફી મોલવીઓ તરફથી જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે PM નરેન્દ્ર મોદીએ કરોડો મુસ્લિમોને રાહત આપવા આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઇએ અને બીફને બેન કરવા માટે વટહુકમ પસાર કરાવવો જોઇએ. દિલ્હીની હઝરત નિઝામુદ્દીન ઓલિયા દરગાહ ઉપરાંત કર્ણાટકના ગુલબર્ગા શરીફ, આંધ્રપ્રદેશના હલકટ્ટા શરીફ અને નગોર, બરેલી, કલિયાર, ભાગલપુર, જયપુર અને ફુલવારીની દરગાહોના મોલવીઓએ પણ આ માંગનું સમર્થન કર્યું છે.
તેમણે અજમેર ખાતે આયોજિત સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે દેશમાં સેંકડો વર્ષોથી ગંગાજમુના સંસ્કૃતિથી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે પ્રેમ અને ભાઇચારાનો જે માહોલ પરંપરાગત રૂપથી સ્થાપિત થયો હતો તેને ગૌવંશની પ્રજાતિઓના માંસને લઇને ઠેસ પહોંચી છે. એ સદભાવનાના વારસાને પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. એટલા માટે મુસ્લિમોએ વિવાદના મૂળને જ ખતમ કરવાની પહેલ કરતા ગૌવંશના માંસનું સેવન જ ત્યાગવું જોઇએ. તેમણે કહ્યું કે ગૌહત્યા અને તેના માંસના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાવાથી દેશની ધાર્મિક સંવાદિતા અને સદભાવના ફરીથી કાયમ થશે જેવી સેંકડો વર્ષોથી રહી છે.
ચિશ્તીના વંશજ અને સજ્જાદાનશીન દરગાહ દીવાને ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પશુ સંરક્ષણ (સંશોધન) અધિનિયમ 2011 પસાર કરવાની નિર્ણયની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ગૌવંશની હત્યા પર પ્રતિબંધ મૂકી ગૌહત્યા કરનારાઓને જનમટીપની સજાની જોગવાઇ કરવી જોઇએ અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવું જોઇએ. ગાય એ હિન્દુઓની આસ્થાનું પ્રતિક હોઇ માત્ર સરકાર જ નહીં તમામ ધર્મના લોકોનું એ કર્તવ્ય છે કે તેઓ પોતાના ધર્મના ચીંધેલા માર્ગ પર ચાલીને ગૌરક્ષા કરે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજકોટમાં ઉપલેટાની વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી થયું મોત
Next articleઅમદાવાદઃ પાણી માટે ખેડૂતોની ગાંધીગીરી, બૂટ પોલીશ કરી વિરોધ