Home મધ્ય ગુજરાત અમદાવાદ અગાઉ લીઝ ઉપર આપેલા સારંગપુરના પ્લોટનો AMC કબજો લઈ ૧.૫૬ કરોડ ભાડુ...

અગાઉ લીઝ ઉપર આપેલા સારંગપુરના પ્લોટનો AMC કબજો લઈ ૧.૫૬ કરોડ ભાડુ વસૂલશે

10
0

(જી.એન.એસ) તા.૪

અમદાવાદ,

અમદાવાદના સારંગપુર દરવાજા પાસે ૬૮ વર્ષ અગાઉ મ્યુનિ.માલિકીનો પ્લોટ પેટ્રોલપમ્પ માટે પાંચ વર્ષના સમય માટે લીઝ ઉપર અપાયો હતો.અરજદાર તરફથી કરવામાં આવેલી પિટીશન સીટી સિવિલકોર્ર્ટે ડીસમીસ કરતા મ્યુનિ. પ્લોટનો કબજો લેવાની સાથે રુપિયા .૫૬ કરોડ જેટલુ ભાડુ તથા મિલકતવેરાની વસૂલાત પણ કરશે. લીગલ કમિટીની બેઠક સમયે સારંગપુર દરવાજા પાસે આવેલા મ્યુનિ.માલિકીના પ્લોટની વિગત સામે આવી હતી.કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહયુ૧૯૫૭માં મ્યુનિ.તરફથી ટી.પી.સ્કીમ નંબરપાંચફાઈનલ પ્લોટ નંબર૧૦ પૈકીની જગ્યામાં સારંગપુર દરવાજા પાસે બગીચામિલની સામે આવેલો પ્લોટ પેટ્રોલપમ્પ માટે લીઝ ઉપર અપાયા પછી વખતોવખત મુદતમાં વધારો કરવામા આવતો હતો.વર્ષ૨૦૧૦માં મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લોટ વેકેન્ટ કરવા નિર્ણય કરતા અરજદાર દ્વારા વર્ષ૨૦૧૧માં સીટી સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો.કોર્ટ દ્વારા પિટીશન ડીસમીસ કરી મ્યુનિ.ની તરફેણમાં નવેમ્બર૨૪માં ચૂકાદો આપતા લીગલ કમિટી દ્વારા જગ્યાનો કબજો લેવા એસ્ટેટ વિભાગને પત્ર લખવાની સાથે ટેકસ વિભાગને બાકી ટેકસની રકમ વસૂલ કરવા પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. નોંધપાત્ર બાબત છે કેમ્યુનિ.તંત્ર ૧૯૮૧થી ટેકસ વસૂલવા પાત્ર હોવાથી મોટી રકમ તંત્રને ટેકસ પેટે મળશે.તેમજ જગ્યાની કિંમત પણ મોટી રકમમાં ગણવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field