Home દેશ - NATIONAL અખિલેશ યાદવની તસવીરવાળા 3.4 કરોડ રેશન કાર્ડ રદ, અપાશે સ્માર્ટ રેશન કાર્ડ

અખિલેશ યાદવની તસવીરવાળા 3.4 કરોડ રેશન કાર્ડ રદ, અપાશે સ્માર્ટ રેશન કાર્ડ

422
0

(જી.એન.એસ),તા૧ લખનઉઃ
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં આપવામાં આવેલા ત્રણ કરોડ 40 લાખ રેશન કાર્ડ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. આ રેશન કાર્ડ પર પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની તસવીર લગાવવામાં આવી છે. આ રેશન કાર્ડને બદલે સરકાર સ્માર્ટ કાર્ડ જેવી સુવિધાઓથી લેસ રેશન કાર્ડ આપવાની યોજના બનાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે અખિલેશ સરકારે જે નવા રેશન કાર્ડ જાહેર કર્યા છે તેને લગભગ ત્રણ કરોડ પરિવારોને આપવામાં આવ્યા છે. તેના પર મુખ્યમંત્રી અખિલેશ યાદવની તસવીર લગાવવામાં આવી હતી. આ તમામ રેશનકાર્ડ પાછા લેવામાં આવશે. તેને બદલે સ્માર્ટ કાર્ડની જેમ બાર કોડ ધરાવતા રેશન કાર્ડ આપવામાં આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે ખાદ્ય અને ઉપભોક્તા વિભાગે રેશન કાર્ડ પાછા લેવાનું શરૂ કરી દીધું છે. નવા રેશન કાર્ડના બારકોડ આધાર સાથે જોડાયેલા હશે જેને કારણે લોકોની જાણકારીઓ રાખવામાં આવશે અને પીડીએસ સિસ્ટમમાં પણ થનારા ભ્રષ્ટાચાર પર લગામ લાગશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના વસ્ત્રાલ નિરાંત ચોકડી પાસે ૩ રાઉન્ડ ફાયરિંગ, યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Next article10,000 વિદ્યાર્થીઓ કરશે 36 કલાકની મેરેથોન મહેનત, મોદી પણ કરશે સંબોધન