Home મનોરંજન અક્ષય છે નંબર વન હીરો, જેના પર કોઈપણ ડાયરેક્ટર દાંવ લગાવવા તૈયાર

અક્ષય છે નંબર વન હીરો, જેના પર કોઈપણ ડાયરેક્ટર દાંવ લગાવવા તૈયાર

616
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.29
બોલિવૂડમાં ખિલાડીના નામથી જાણીતા અક્ષયકુમારને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે અઢી દાયકા જેટલો સમય વીતી ચૂક્યો છે અને અત્યાર સુધી તે ૧૩૦થી વધુ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. બોલિવૂડમાં સૌથી ઝડપથી અને પ્લાનિંગ સાથે ફિલ્મ કરવામાં આજે અક્ષય નંબર વન કહી શકાય.
એક બાજુ તે શંકર નિર્દેશિત ‘૨.૦’નું શૂટિંગ કરી રહ્યો હતો તો બીજી તરફ તેણે ‘ટોઇલેટ એક પ્રેમકથા’ને રિલીઝ પણ કરી દીધી એટલું જ નહીં, રીમા કાગતીની ફિલ્મ ‘ગોલ્ડ’નું ૭૦ ટકા શૂટિંગ પણ પૂરું થઇ ચૂક્યું છે. દક્ષિણ ભારતના મહાનાયક રજનીકાંત સાથે તે ‘૨.૦’ ફિલ્મ કરી રહ્યો છે. તેનું કહેવું છે કે રજની સર અસલી સુપરસ્ટાર છે. સમાચાર એવા છે કે આ ફિલ્મમાં અક્ષય અત્યંત ખામોશ અંદાજમાં રજનીકાંત કરતાં પણ સારું પર્ફોર્મન્સ આપવામાં બાજી મારી જશે.
વિનમ્ર બની રહીને તે પોતાનો સમય આવે તેની રાહ જોઇ રહ્યો છે. અક્ષયની અન્ય એક ફિલ્મ ‘કેસરી’ પિરિયડ ડ્રામા ફિલ્મ હશે. તેનું પ્રોડક્શન કરણ જોહરના ધર્મા પ્રોડક્શન અને અક્ષયકુમાર મળીને કરવા જઇ રહ્યાં છે. તેનું નિર્દેશન અનુરાગ સિંહ કરશે. ફિલ્મ ‘પેડમેન’માં અક્ષયની ઓપોઝિટ સોનમ કપૂર અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને ટ્વિન્કલ ખન્નાએ પ્રોડ્યૂસ કરી છે.
ફિલ્મનું નિર્દેશન આર. બાલ્કી કરી રહ્યા છે. અક્ષય આજે ઇન્ડસ્ટ્રીના એવા અભિનેતાઓમાં સામેલ છે, જેમના પર કોઇ પણ વ્યક્તિ દાવ લગાવવા તૈયાર જ રહે છે. સમાચાર એવા પણ આવ્યા છે કે ‘અજનબી’ ફિલ્મનાં ૧૬ વર્ષ બાદ એક વાર ફરી અબ્બાસ મસ્તાન અક્ષય સાથે ફિલ્મ શરૂ કરવા જઇ રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅનુપમ ખેરની ફિલ્મ જોવા મળી પોર્ન વેબસાઇટ પર, વાઇરસના કારણે થઈ મોટી ગડબડ
Next articleઅનિલ-માધુરી 18 વર્ષ બાદ ફિલ્મમા સાથે કરશે ‘ટોટલ ધમાલ’