Home ગુજરાત અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદે આપ્યું આવેદન પત્ર અમુક યુવાનો મુસ્લિમ વેપારીને આપતા...

અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદે આપ્યું આવેદન પત્ર અમુક યુવાનો મુસ્લિમ વેપારીને આપતા હતાં ધમકી

19
0

(જી.એન.એસ)તા.4

બનાસકાંઠા,

અંબાજી માં વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. અંબાજી માં વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે પોલીસને આવેદન આપ્યું. અત્યારે નવલી નોરતાના દિવસો ચાલી રહ્યા છે. ગતરોજથી શારદીય નવરાત્રિનો આરંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં અંબાજી મંદિર પાસેના સ્થાનિકો વેપારીઓ માટે પણ અત્યારે સારા દિવસો કહી શકાય. સ્થાનિક વેપારીઓ આવા તહેવારોમાં સારી કમાણી કરતા હોય છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા વેપારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. નવરાત્રિ માં અંબાજી મંદિરના સ્થાનિક વેપારીઓને કેટલાક શખ્સ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સ્થાનિક વેપારીઓને મદદ કરવા VHP અને હિન્દુ સંગઠન આગળ આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી મંદિરના વેપારીને મુસ્લિમ યુવકે ધમકી આપી હતી. મુસ્લિમ યુવકને ધમકી આપતા વેપારી અને તેના પરિવારમાં ગભરાટ ફેલાયો. પરિવાર અને પોતાની સુરક્ષા મામલે ચિંતિત વેપારીએ હિન્દુ સંગઠનની મદદ લીધી. જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને. સ્થાનિક વેપારીને ધમકી મળતા સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો. આ મુસ્લિમ યુવાન ફરી કોઈ બીજા વેપારીને નિશાન ના બનાવે માટે VHP અને હિન્દુ સંગઠન દ્વારા અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે આવેદન આપતા મુસ્લિમ યુવાન સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે. જણાવી દઈએ કે 2 દિવસ અગાઉ ફિરદૌસ ખાન પઠાણ નામના ઈસમ અમિત અગ્રવાલ નામ ના વેપારીને ધમકી આપી હતી. ધમકી આપનાર ઈસમ ફિરદોષ ખાન અગાઉ ધમકી ના 2 દિવસ પેહલા જ ચોરી કરતા ઝડપાયો હતો. જો ધમકી આપનાર સામે યોગ્ય કાર્યવહી પોલીસ લે તો વિસ્વ હિન્દૂ પરિસદ લેશે પગલાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ADC બેંકના ‘સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ’નો પ્રારંભ
Next articleબસ માર્શલના મુદ્દે મંત્રી સૌરભ ભારદ્વાજ નારાજ