Home ગુજરાત અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં સહભાગી થતા આદિજાતિ જાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર

અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં સહભાગી થતા આદિજાતિ જાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર

2
0

-:આદિજાતિ  વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર:-

આદિવાસીઓ, વંચિતો, પીડિતો, અને ગરીબોનો વિકાસ એ જ અમારી સરકારનો ધ્યેય:

આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ  કુલ ₹૫૯,૯૯૯ કરોડની જોગવાઇ

કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના ૯૮ ટકા ગામોમાં સિંચાઈ માટે દિવસે પણ વીજળી ઉપલ્બધ

આ અંદાજપત્ર સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરતુ અંદાજપત્ર

(જી.એન.એસ.) તા.5

અંદાજપત્રની બીજા દિવસની સામાન્ય ચર્ચામાં સહભાગી થતા આદિજાતિ જાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, અમારી સરકાર આદિવાસી, વંચિત, દલિત, પછાત વર્ગોના સર્વાંગી ઉત્થાનને સમર્પિત સરકાર છે. સામાજિક સમરસતાનું વાતાવરણ ઊભું કરીને સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અમે પ્રતિબધ્ધ છીએ. આદિવાસીઓ, વંચિતો, પીડિતો, અને ગરીબોનો વિકાસ એ જ આ સરકારનો ધ્યેય છે.

મંત્રીશ્રી કુબેરભાઈએ કહ્યું હતું કે, આ અંદાજપત્રમાં સમગ્ર ગુજરાતની જનતા માટે, શિશુથી લઈને વયોવૃધ્ધ સુધીના પ્રત્યેક વ્યક્તિ માટે ‘સર્વજન સુખાય – સર્વજન હિતાય’નાં સૂત્રને ચરિતાર્થ કરતા, વિકાસનાં રાજમાર્ગ પર નવા મુકામો સ્થાપિત કરવા અંગે જોગવાઈ કરાઈ છે. અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની અત્યારે ૧૫૦મી જન્મજયંતી ચાલી રહી છે. આ જન્મજયંતીને ભવ્યાતીભવ્ય રીતે ઉજવવા માટે આપણી સરકારે અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરી છે.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં આદિવાસી જનનાયક અને ક્રાંતિવીર એવા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. ગુજરાત સરકારે આના માટે પણ વિશેષ કાર્યક્રમો કરવા માટેની જોગવાઈ કરી છે. ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ તો માનનીય અટલજીના સમયમાં અલગ આદિજાતિ મંત્રાલય બનાવીને આપી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ વર્ષ એ બંધારણનું અમૃત વર્ષ છે. સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ કોંગ્રેસ પક્ષે છ સુધારા કરી દીધા, ત્યારે આ મહાપુરૂષને દુઃખ સાથે કહેવું પડયું બંધારણ અન્ય કાયદા જેવો સામાન્ય કાયદો નથી. જ્યાં બાબાસાહેબે અંતિમ શ્વાસ લીધા તે મકાન અટલજીએ અંગત રસ લઇ ૧૬ કરોડમાં ખરીદાવ્યું ત્યાં ૧૦૦ કરોડના ખર્ચ સાથે ડો. આંબેડકર મેમોરીયલ નિર્વાણભૂમિ સ્મારક બનાવ્યું.

ભારતના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ભારત સમગ્ર વિશ્વમાં પોતાની નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. કેન્દ્રનું અંદાજપત્ર હોય કે રાજ્યનું દરેકમાં સામાન્ય જન સુધી, છેવાડાના માણસ સુધી પહોચવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેમના નેતૃત્વમાં દેશ વિશ્વની સૌથી વધુ ઝડપે વિકસતી અર્થ વ્યવસ્થા તરીકે ઉભરી રહ્યો છે. આપણે વિશ્વનું સૌથી મોટા અર્થતંત્રોમાં પાંચમાં નંબરે આવી ગયા છીએ. તેમણે કંડારેલ વિકાસના રાજમાર્ગ પર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આ બજેટમાં સમાવિષ્ટ બાબતોને જન-જન સુધી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ. અમે માત્ર બજેટ જ રજુ નથી કરતા તેની સાથે સાથે નક્કર આયોજન પણ કરીએ છીએ. જેનાથી આ બજેટનો લાભ સામાન્ય માણસ સુધી તરત જ પહોચે. સુશાસનના મંત્રને ચરિતાર્થ કરવા માટે આ બજેટમાં ‘વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન-કલ્યાણ’નું એમ કહી GYANની સંકલ્પના રજૂ કરી છે. આ અંદાજપત્ર સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરતુ અંદાજપત્ર છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પ્રવેશોત્સવ જેવા જન આંદોલનથી દરેક બાળક માટે જ્ઞાનમંદિરના દ્વાર ખુલ્યા છે. ગુજરાત બાળકોના ૧૦૦ ટકા નામાંકનમાં સફળ રહ્યું છે. બે દાયકા પહેલા ગુજરાત રાજ્યનો પ્રાથમિક શિક્ષણનો ડ્રોપ આઉટ રેટ ૨૨.30 ટકા હતો. ગુજરાત માટે આ શરમજનક સ્થિતિ હતી. પરંતુ શાળા પ્રવેશોત્સવની અભિનવ પહેલને કારણે ડ્રોપ આઉટ રેટ નોંધપાત્ર રીતે ઘટીને વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧.૩૭ ટકા થયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ વખતે આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ  કુલ ₹૫૯,૯૯૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. એક સમય હતો જયારે દીકરીઓના એનરોલ્મેન્ટનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ તથા કન્યા કેળવણી જેવા અભિયાનના પરિણામે શિક્ષણમાં આમૂલ ક્રાંતિ થઇ છે. આ બજેટમાં નમો લક્ષ્મી નમો સરસ્વતી જેવી દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓના પરિણામે દીકરીઓના એનરોલ્મેન્ટનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત નમો સરસ્વતિ જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ સ્કોલશીપના પરિણામે શિક્ષણમાં બદલાવ આવ્યો છે.

વર્ષ ૨૦૦૨ પહેલા ગુજરાતમાં માત્ર ૨૧ યુનિવર્સિટીઓ હતી. આજે ક્વોલીટી એજ્યુકેશન આપતી ૧૦૩ યુનિવર્સિટીઓની સાથે ૧૩૩ એન્જિનિયરીંગ કોલેજ કાર્યરત છે. આદિવાસી વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર ઉચ્ચશિક્ષણ મેળવી શકે તે માટે ગોવિંદગુરુ અને બિરસા મુંડા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે જ્ઞાનના દ્વાર ઉઘડે તે માટે ૧૭૬ સરકારી ૯૨૧ ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયો, ૬૬૪ આશ્રમશાળાઓ, ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો કાર્યરત છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતુ.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે આમૂલ ક્રાંતિ થઇ રહી છે. કૃષિમાં ટેક્નોલૉજીનો પ્રયોગ વડાપ્રધાનશ્રીની પ્રોત્સાહક નીતિનું પરિણામ છે. ગુજરાત સરકારમાં આ વર્ષના કૃષિ બજેટમાં રૂ.૨૨,૪૯૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ખેડૂતો એ રાજ્ય સરકાર માટે પ્રાથમિકતાનો વિષય છે. • પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દ્વારા વાર્ષિક રૂ. ૬,૦૦૦ની સહાયતા સીધી ખેડૂતોના બેંક ખાતાઓમાં જમા થાય છે.

તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં શાસન કાળમાં એવા ગીતો ગવાતા હતા કે “વીજળી વેરણ થઇ રે સરકાર તારી વીજળી વેરણ થઇ રે”જ્યારે અત્યારે અમારી સરકારમાં જ્યોતિગ્રામ યોજના હેઠળ ૧૮ હજારથી વધુ ગામોમાં ૨૪ કલાક ઘર વપરાશ માટે વીજળી આપવામાં આવે છે. જ્યારે, કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના ૯૮ ટકા ગામોમાં સિંચાઈ માટે દિવસે પણ વીજળી આપવામાં આવે છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે,  કોઈપણ રાજ્ય કે દેશની ઉન્નતિનો આધાર ઔદ્યોગિક વિકાસ છે. ઔદ્યોગિક નીતિમાં પરિવર્તન લાવી ઈઝ ઓફ ડુઈંગ, ઉદ્યોગ સ્થાપનામાં વહીવટી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું. જેને પરિણામે ઔદ્યોગિક વિકાસની વ્યાખ્યા ગુજરાતે બદલી નાખી.’વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ ની શરૂઆત, જે આજે રોકાણકારોની વચ્ચે સુરક્ષિત મૂડી રોકાણ માટેના વૈશ્વિક મંચ તરીકે ઓળખ ધરાવે છે. ભારતના પ્રથમ ડાયમંડ રિસર્ચ અને મર્કન્ટાઈલ સિટી ‘સુરત ડાયમંડ બુર્સ’નું નિર્માણ કરવામાં આવ્યું. ૪૮ નોન મેજર અને ૧ મેજર એમ કુલ ૪૯ પોર્ટસ થકી ગુજરાત આજે દેશના ૪૦% કાર્ગોને હેન્ડલ કરે છે.

ઈનફ્રાસ્ટ્રકચર વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસમાં તેના આઈકોનિક ઈનફ્રાસ્ટ્રકચર અને કનેક્ટિવિટી અભૂતપૂર્વ ભૂમિકા નિભાવે છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તથા સુરત મેટ્રો કામ પ્રગતિ પર છે, જ્યારે તારંગા હિલથી અંબાજી આબુ રોડના ૧૧૬.૬૫ કિમી લાંબા રેલવે લાઈન પ્રોજેક્ટને પણ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. ૨૦૨૧માં કેવડિયા રેલવે સ્ટેશનના નિર્માણથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રેલ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવી. સાબરમતી નદી પર અટલ ફૂટઓવર બ્રિજ તથા ઓખા-બેટ દ્વારકા ખાતે સુદર્શન સેતુ જેવા સિમ્બોલિક સ્ટ્રકચરનું નિર્માણ કરાયું છે.

નારી સશક્તિકરણ વિશે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મહિલાઓ હંમેશા રાષ્ટ્રના સશક્તીકરણને બળ આપે છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મહિલાઓ માટે ૫૦% અનામત લાગુ કરવામાં આવ્યું, જેના પરિણામે આ સંસ્થાઓમાં ૫૨% પ્રતિનિધિત્વ મહિલાઓનું છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમારી સરકાર દ્વારા અંદાજપત્ર ૨૦૨૫-૨૬માં વંચિતોના આર્થિક સામાજિક તથા શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. પાછલા વર્ષોની સરખામણીએ રાજ્ય સરકાર વંચિતોના સશક્તિકરણ માટે ગતિશીલ પ્રગતિ સાધવામાં સફળ નીવડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field