(જી.એન.એસ),તા.૧૭
મુંબઈ,
આઇપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અંતિમ ઓવર્સમાં આક્રમક બેટિંગ કરવા માટે મહેન્દ્રસિંહ ધોનીની રમત અન્ય તમામ ખેલાડી માટે ઉદાહરણરૂપ છે તેમ ચેન્નાઈની ટીમના બોલિંગ કોચ એરિક સિમન્સે રવિવારની મેચ બાદ જણાવ્યું હતું. રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં ચેન્નાઈના 20 રનથી થયેલા વિજય બાદ સિમન્સે જણાવ્યું હતું કે ટીમની ટ્રેનિંગ દરમિયાન ધોનીની સામે સફળ રહેતી વ્યૂહરચનાઓ મેચની પરિસ્થિતિમાં પણ સારી રીતે કામ કરી જાય છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આઇપીએલની ટી20 ક્રિકેટ મેચમાં ધોની છેલ્લી ઓવરમાં ચાર બોલ બાકી હતા ત્યારે રમવા આવ્યો હતો અને હાર્દિક પંડ્યાની બોલિંગમાં તેણે સળંગ ત્રણ સિક્સર ફટકારીને ટીમને એક સમયે અશક્ય લાગતો 200 રનનો આંક પાર કરાવી દીધો હતો. અંતે તેણએ 20 રન ફટકાર્યા હતા અને મેચમાં ચેન્નાઈનો 20 રનથી જ વિજય થયો હતો. આ સાથે ચેન્નાઈ પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું હતું.
સિમન્સે ઉમેર્યું હતું કે તેઓ અમને 200 કરતાં ઓછા સ્કોરે અટકાવી રહ્યા હતા પરંતુ અંતે ધોનીને કારણે અમે 206 રન કરી શક્યા. દર વખતે અમે નજીક પહોંચીએ છીએ ત્યારે ધોની આશ્ચર્યજનક પરિણામ આપતો રહ્યો છે. ક્રિઝ પર પહોંચીને પહેલા જ બોલે સિક્સર ફટકારવી અને તે પણ રવિવારે ધોનીએ જે રીતે ફટકારી હતી તે અદભૂત હતું. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર સિમન્સે જણાવ્યું હતું કે તે નેટ્સમાં પણ અસામાન્ય બેટિંગ કરે છે અને મેચમાં પણ આ પ્રકારની જીવંત બેટિંગ કરે છે. એક બેટ્સમેન તરીકે તેની રમત ટીમના અન્ય ખેલાડીઓ માટે ઉદાહરણરૂપ કે નમૂનારૂપ છે. ખરેખર તો અંતિમ ઓવર્સ માટે તે ટીમની બેટિંગનું ટેમ્પલેટ છે. ક્રિઝ પર તે શાંતચિત્તે રમત રમે છે. અમારી બોલિંગ નેટ્સ દરમિયાન તેની બેટિંગ અમારા માટે એ ટેમ્પલેટ સમાન છે. અમે અમારી રણનીતિનો તેની સામે પ્રયોગ કરી શકીએ તો અમને ખબર છે કે મેચમાં સારું પરિણામ આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.