Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ક્યારે પાછા આવશે?.. જાણો

અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયેલા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ક્યારે પાછા આવશે?.. જાણો

10
0

(જી.એન.એસ),તા.૨૬

નવીદિલ્હી,

સુનિતા વિલિયમ્સ અમેરિકન અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે બોઇંગના સ્ટારલાઇનર સ્પેસ કેપ્સ્યુલ પર નાસાના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. જો કે, હવે તે સ્પેસશટલમાં ખામી સર્જાઈ છે, જેના કારણે આ બંનેની સુરક્ષા અંગે ચિંતાઓ થવા લાગી છે. ચિંતાજનક વાત એટલે છે કેમ કે, છેલ્લાં 12 દિવસથી અવકાશયાત્રીઓ સ્પેસમાં ફસાયા છે. અનેક વખત તેમની પરત ફરવાની તારીખો લંબાવાઈ છે. નાસાના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ગયેલી સુનીતા વિલિયમ્સ ત્યાં જ ફસાઈ ગઈ છે. તેમને પૃથ્વી પર પાછા ફરવામાં હજુ થોડો સમય લાગી શકે છે. તે અમેરિકન અવકાશયાત્રી બૂચ વિલ્મોર સાથે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને સ્પેસ સ્ટેશન પર ગઈ હતી. નાસાએ ત્રીજી વખત તેની પરત ફરવાની યોજના મોકૂફ રાખવી પડી છે. જેના કારણે ભારતીય મૂળની સુનીતા અને બૂચ ત્યાં ફસાયા હોવાની ચિંતા વધી છે. આ બોઇંગ મિશન શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું અને તેની ફ્લાઇટને ઘણી વખત મોકૂફ કરવી પડી હતી. અંતે 6 જૂન 2024ના રોજ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું હતું પણ હવે તેની યાત્રામાં વધુ એક અવરોધ આવ્યો છે. બીજી તરફ, બોઇંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પેસ કેપ્સ્યુલમાં થ્રસ્ટર નિષ્ફળતા અને વાલ્વ લીક થવા જેવી કેટલીક તકનીકી સમસ્યાઓ હતી અને તેને ઠીક કરવા માટે વિલિયમ્સ અને બૂચનું પૃથ્વી પર પાછા મોકૂફ રાખવું પડ્યું હતું.. ઘણા લોકો ભારતીય મૂળના અન્ય અવકાશયાત્રી કલ્પના ચાવલાને યાદ કરી રહ્યા છે, જેમને ISSમાંથી પરત ફરતી વખતે અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. બોઇંગનું સ્ટારલાઇનર મિશન બુધવાર, 5 જૂનના રોજ રાત્રે 8:22 વાગ્યે લોન્ચ થયું.. તે ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ULA ના એટલાસ વી રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું હતું.. અવકાશયાન બીજા દિવસે એટલે કે 6 જૂને રાત્રે 11.03 કલાકે ISS પર પહોંચ્યું હતું.. તે રાત્રે 9:45 વાગ્યે પહોંચવાનું હતું, પરંતુ પ્રતિક્રિયા નિયંત્રણ થ્રસ્ટરમાં સમસ્યા હતી..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમેરિકામાં પાર્કિંગની માથાકૂટમાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ
Next articleબિહારના ખગરિયામાં ત્રણ દિવસ પછી ફરી એકવાર કોસી નદી અને બાગમતી નદી તોફાની બની