(જી.એન.એસ) તા. 13
અંતરિક્ષમાં 9 મહિનાથી ફસાયેલી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીને લઈને એકવાર ફરી માઠા સમાચાર આવ્યા છે, અમેરિકાની સ્પેસ એજન્સી નાસા સુનિતાની વાપસી સુનિશ્ચિત કરવા માટે ક્રૂ-10 નામનું સ્પેસશિપ લોન્ચ કરવાનું હતું. પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે ક્રૂ-10 નું લૉન્ચિંગ ટાળવું પડ્યું છઠે. નાસા એ કહ્યું હતું કે, ક્રૂ-10માં હાઇડ્રોલિક સિસ્ટમમમાં તકલીફના કારણે લૉન્ચિંગ રોકવું પડ્યું છે.
નોંધનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસીમાં ખુદ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રસ લઈ રહ્યાં છે. તેમણે સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્કને આ જવાબદારી સોંપી છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે, બાઈડેને સુનિતા અને બુચ વિલ્મોરને અંતરિક્ષમાં જ છોડી દીધાં છે. પરંતુ, મેં તેમને પરત લાવવા માટે ઈલોન મસ્ક સાથે વાત કરી છે અને મસ્કે આ માટે પોતાની સંમતિ પણ આપી છે. ત્યારબાદ મસ્કની કંપની સ્પેસ એક્સે આ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને ક્રૂ-10 લૉન્ચ કરવાનું હતું, પરંતુ, હવે તેનું લૉન્ચિંગ પણ ટાળવામાં આવ્યું છે.
આ મામલે અનુસાર, હવે ક્રૂ-10 ગુરૂવારે (17 માર્ચ) લૉન્ચ થઈ શકે છે. જોકે, આ તારીખ પણ નક્કી નથી અને હવામાન સહિત અન્ય પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. ક્રૂ-10, સ્પેસએક્સની હ્યુમન સ્પેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમનું 10મું ક્રૂ રોટેશન મિશન છે.
તે વાત જાણવી મહત્વની છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગત 5 જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગયા હતાં. તેમણે એક અઠવાડિયા બાદ પરત ફરવાનું હતું પરંતુ, બોઇંગ સ્ટારલાઇનરમાં ગડબડના કારણે તે બંને ત્યાં ફસાઈ ગયા છે. બંને એસ્ટ્રોનૉટ્સ બોઇંગ અને નાસાના જોઇન્ટ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન પર અંતરિક્ષમાં ગયા હતાં. ત્યારબાદ તેમને પરત લાવવાનો પ્રયાસ શરૂ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.