(જી.એન.એસ),તા.૧૨
પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ આજે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે બીજી T20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ મેચ આજે ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. સૂર્યકુમાર યાદવ આ પ્રવાસમાં પ્રથમ વખત ટીમની કમાન સંભાળતો જોવા મળશે. અંડર-19 એશિયા કપની આજની પ્રથમ મેચમાં ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું છે.આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ એમાં ટોર્ચ પર પહોંચી ગઈ છે. આ જીત સાથે ભારતની સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી છે. નેપાળ વિરુદ્ધ ચાલી રહેલા અંડર 19 એશિયા કપની લીગ મેચમાં ભારતના બોલરોનો શરુઆતથી જ દબદબો રહ્યો હતો. નેપાળના માત્ર 9 ઓવરમાં 5 ખેલાડીઓ પેવેલિયન પરત ફર્યા હતા. રાજ લિંબાણીએ 4 વિકેટ લીધી ત્યારે નેપાળનો સ્કોર 9 ઓવરમાં 21 રન હતો..
અંડર 19 એશિયા કપમાં ભારતે નેપાળને છેલ્લી લીગ મેચમાં હાર આપી છે. ભારતના બોલર રાજ લિંબાણીએ નેપાળના 7 બેટ્સમેનને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આરાદ્ય શુક્લે 2 અને આર્શિન કુલકર્ણીએ 1 વિકેટ લીધી હતી. આ બોલરોની મદદથી ભારતે નેપાળને માત્ર 52 રન પર જ રોકી દીધું હતુ.ત્યારબાદ ભારતીય ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા આદર્શ સિંહ 13 રન અને અર્શિન કુલકર્ણીએ 43 રન ફટકારી ભારતને આસાનીથી જીત અપાવી હતી.આ મેચમાં યુવા ફાસ્ટ બોલર રાજ લિંબાણી ટીમ ઈન્ડિયાની જીતનો હીરો રહ્યો હતો. નેપાળને હરાવીને ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તેને 3 મેચમાં 2 જીત સાથે 4 પોઈન્ટ મળ્યા છે. ભારતનો નેટ રન રેટ પણ 1.856 પર પહોંચી ગયો છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમના પણ 4 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના કારણે તે બીજા સ્થાને છે.બિલિમોરાના રાજ લિંબાણી આગળ નેપાળના કોઈ પણ ખેલાડી ડબલ ફિગરમાં રન કરી શક્યો ન હતો.ભારતીય કેપ્ટન ઉદય સહરાને આ મેચમાં ટોસ જીતીને નેપાળને પ્રથમ બેટિંગ આપી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.