Home ગુજરાત અંકલેશ્વર પોલીસે બુટલેગરનો ફિલ્મી ઢબે પીછો કરી રૂ.5.75 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર પોલીસે બુટલેગરનો ફિલ્મી ઢબે પીછો કરી રૂ.5.75 નો મુદ્દામાલ કબ્જે કર્યો

35
0

અંકલેશ્વર તાલુકા પોલીસે દારૂની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા તેને રોકાવતા બુટલેગરે કાર રોકી નહિં અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારને ઝડપી પાડી હતી. જોકે કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે કારમાંથી ભારતીય બનાવટની દારૂની કુલ 1368 બોટલો કિંમત રૂ.1,75 અને કારની કિંમત રૂ.5 લાખ ગણીને કુલ રૂ.5,75 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરીને ફરાર કાર ચાલકને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તહેવારના સમયે તેમના વિસ્તારમાં કોઈ ગુના ન બને માટે પેટ્રોલીંગમાં ફરતો હતો. તે સમય દરમિયાન બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે, એક સફેદ કલરની ઇનોવા કારમા કોસંબા બાજુથી દારૂનો જથ્થો ભરીને હથુરણ થઈને પાનોલી ગામમાં આવનાર છે. સદર માહિતી મળતા જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પીઆઇ બી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાનોલી ગામ નજીક વોચમાં ગોઠવાઈ ગયો હતો.

ત્યારે બાતમી વાળી ઇનોવા કાર આવતાં પોલીસ સ્ટાફે તેને રોકવાનું કહેતા કાર ચાલકે કારને ઝડપે હંકારી દીધી હતી. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતાં કાર ચાલક કારને મૂકીને ખેતરોમાં ભાગી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં તેમા અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી દારૂની બોટલ અને બિયરના ટીન કુલ 1368 નંગ જેની કિંમત રૂ.1,75,200 નો ઝડપી પાડ્યો હતો.

જ્યારે પોલીસે ઇનોવા કારની કિંમત રૂ.5 લાખ ગણીને કુલ રૂ.6.75,200 નો મુદ્દામાલ કબ્જે કરીને ફરાર ઇનોવા ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field