Home દેશ ૧૮ ઓક્ટોબરથી ૧૦૦ ટકા મુસાફરો સાથે ફ્લાઇટ્‌સ ઉડશે

૧૮ ઓક્ટોબરથી ૧૦૦ ટકા મુસાફરો સાથે ફ્લાઇટ્‌સ ઉડશે

24
0
SHARE

(જી.એન.એસ) , તા.૧૨
નવી દિલ્હી
કોરોનાના કારણે ૨૩ માર્ચ ૨૦૨૦થી શેડયુલ્ડ ફ્લાઈટ પર રોક લગાવી હતી પરંતુ મે ૨૦૨૦થી વંદે ભારત મિશન હેઠળ વિશેષ ઈન્ટરનેશનલ ફ્લાઈટનુ કાર્યરત થઈ રહ્યુ છે. આ સિવાય પસંદ કરેલા દેશોની સાથે દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા હેઠળ જુલાઈ ૨૦૨૦થી ફ્લાઈટ કાર્યરત થઈ રહી છે. જાેકે ૧૮ ઓક્ટોબરથી ૧૦૦ ટકા ક્ષમતા સાથે ફ્લાઈટનુ સંચાલનની પરવાનગી આપી દેવાઈ છે.કોરોનાના ઓછા કેસ નોંધાતા સરકારે ફ્લાઈટ પર કેપેસિટી કેપ્સ હટાવવાનો ર્નિણય કર્યો છે. હવે સમગ્ર ક્ષમતાની સાથે વિમાન ઉડશે, જે ૧૮ ઓક્ટોબરે પ્રભાવી થઈ જશે. નાગરિક વિમાનન મંત્રાલય અનુસાર ૧૮ ઓક્ટોબરથી સ્થાનિક વ્યાપારી ફ્લાઇટ્‌સમાં મુસાફરની ક્ષમતાને લઈને લાગુ પ્રતિબંધને હટાવી દેવાશે. આને ફ્લાઈટનુ સંચાલન સમગ્ર ક્ષમતાથી કરવામાં આવશે. આ સાથે સરકારે મુસાફરને કોરોના નિયમનુ પાલન કરવા માટે કહ્યુ છે. સપ્ટેમ્બરમાં સરકારે સ્થાનિક ફ્લાઇટ્‌સની મુસાફરની ક્ષમતા ૭૨.૫ ટકાથી વધારીને ૮૫ ટકા કરી દીધી હતી. અગાઉ મિનિસ્ટ્રી ઑફ સિવિલ એવિએશને જુલાઈમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સની કેપેસિટીને ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કર્યા હતા. દેશમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસને અનુલક્ષીને પેસેન્જર વિમાનોને પુરી ક્ષમતાની સાથે ઉડાન ભરવાની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે ૧૮ ઓક્ટોબરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સને ૧૦૦% કેપિસિટીની સાથે ઉડાન ભરવાની મંજૂરી આપી છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ મંગળવારે જણાવ્યું કે દેશમાં હવે ડોમેસ્ટિક ફ્લાઈટ પ્રતિબંધ વગર ઓપરેટ કરી શકાશે. પેસેન્જરની માંગણીને અનુલક્ષીને આમ કરવામાં આવ્યું છે. નવો આદેશ સોમવારે ૧૮ ઓક્ટોબરથી લાગુ થશે. જાેકે સરકાર તમામ વિમાન કંપનીઓને કોરોના ગાઈડલાઈનનું સખ્તાઈથી પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સપ્ટેમ્બરમાં સરકારે ઘરેલુ ઉડાનની યાત્રા ક્ષમતા ૭૨.૫ ટકાથી વધારીને ૮૫ ટકા કરી હતી. આ પહેલા મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને જુલાઈમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સની કેપિસિટીને ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ૨૩ માર્ચ ૨૦૨૦થી શેડ્યૂલ્ડ આતંરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જાેકે મે ૨૦૨૦થી વંદે ભારત મિશન અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે. આ સિવાય સિલેક્ટેડ દેશોની સાથે દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત જુલાઈ ૨૦૨૦થી ઉડાનોનું સંચાલન થઈ રહ્યું છે.

Print Friendly, PDF & Email