Home દેશ - NATIONAL હ્યુન્ડાઈ મોટરનો આવી શકે છે IPO..!

હ્યુન્ડાઈ મોટરનો આવી શકે છે IPO..!

41
0

(જી.એન.એસ),તા.૦૫

દેશની બીજા નંબરની સૌથી મોટી કાર કંપની હ્યુન્ડાઈ મોટર IPO લઈને આવશે. કંપનીના આઈપીઓનું કદ 46,000 કરોડ રૂપિયાથી વધારે હોઈ શકે છે. મીડિયાના અહેવાલ અનુસાર, દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડાઈ મોટર્સની ભારતીય શાખા Hyundai Motor India ચાલુ વર્ષે નવેમ્બરમાં તેનો IPO લોન્ચ કરી શકે છે. કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની શરૂઆત 6 મે 1996 ના રોજ થઈ હતી. તેનો અર્થ એ છે કે, હ્યુન્ડાઈ મોટર 28 વર્ષ બાદ શેરબજારમાં લિસ્ટ થશે. ગયા વર્ષે, HMIL એ મારુતિ સુઝુકી ઈન્ડિયા બાદ ભારતની બીજી સૌથી મોટી પેસેન્જર વાહન કંપની હતી. વિશ્વની ટોપ ઈન્વેસ્ટમેન્ટ બેંકો હ્યુન્ડાઇ ઈન્ડિયા IPO માટે સ્પર્ધા કરી રહી છે. ગોલ્ડમેન સૅશ, સિટી, મોર્ગન સ્ટેનલી, જેપીમોર્ગન, બેંક ઓફ અમેરિકા, HSBC, ડોઈશ બેંક અને UBS ના પ્રતિનિધિઓએ ગયા અઠવાડિયે સિઓલમાં હ્યુન્ડાઇ સમક્ષ તેમની કુશળતા રજૂ કરી હતી. 

બેન્કર્સ કંપનીનું મૂલ્ય $22-28 બિલિયન આંકે છે, જેનું સંભવિત માર્કેટ કેપ 1.82-2.32 લાખ કરોડ રૂપિયા છે. મીડિયા અહેવાલ અનુસાર, હ્યુન્ડાઇ 27,390 કરોડથી 46,480 કરોડ રૂપિયા એકત્ર કરવાના લક્ષ્ય સાથે 15-20 ટકાના ડાયલ્યુટ કરવાની સંભાવના તપાસી રહી છે. આ પહેલા LICનો IPO 21,000 કરોડ રૂપિયાનો આવ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. જો હ્યુન્ડાઈનો આઈપીઓ આવે છે, તો તે એલઆઈસી કરતા બમણાથી વધારે હશે. જો વેલ્યુએશનની વાત કરીએ તો હાલ મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી ઓટો કંપની છે, જેનું વેલ્યુએશન 3,32,909.88 કરોડ રૂપિયા છે. ટાટા મોટર્સનું વેલ્યુએશન 3,12,497.16 કરોડ રૂપિયા છે. જો હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન 2.32 લાખ કરોડ રૂપિયા થઈ જશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેલ્યુએશન 2.12 લાખ કરોડ રૂપિયાથી વધારે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત પ્રોડકસના શેર 8 રૂપિયાથી વધીને 444.40નો થયો
Next articleઓરેન્જ અને વ્હાઈટ કલરની સાડીમાં એક્ટ્રેસ હિના ખાનની તસવીરો વાઈરલ