Home મનોરંજન હીરોમાં ન ચાલ્યો, હવે નિર્દેશક બનશે ઇમરાન

હીરોમાં ન ચાલ્યો, હવે નિર્દેશક બનશે ઇમરાન

458
0
SHARE

(જી.એન.એસ), તા.૬
આમિર ખાનનો ભાણેજ ઇમરાન ખાનની શરૂઆત સારી રહી હતી. પણ પાછળથી તેની ફિલ્મો ધડાધડ ફલોપ નિવડી હતી. આ કારણે નિર્માતાઓએ ઇમરાનને લઇને ફિલ્મો બનાવવાનું માંડી વાળ્યું હતું. ખુદ હવે આમિર ખાને પણ માની લીધું છે કે ઇમરાન હવે હીરો તરીકે નહિ ચાલે. જો કે ઇમરાને હજુ એક તક પોતાને આપવા પ્રયાસ કરી રહ્યો છે. જો કે તે અભિનય થકી દર્શકો સામે નહિ આવે પણ નિર્દેશક બનીને કામ કરશે. પ્રારંભથી જ ઇમરાનની ઇચ્છા નિર્દેશક બનવાની હતી. પરંતુ તે હીરો બની ગયો હતો. ટૂંક સમયમાં જ ઇમરાન પોતાના નિર્દેશન હેઠળની ફિલ્મનું નામ જાહેર કરશે. ઇમરાને લક, આઇ હેટ લવસ્ટોરી, જુઠા હી સહી, બ્રેક કે બાદ, દેલ્હી બેલ્લી, મેરે બ્રધર કી દુલ્હન, મટરૂ કી બીજલી કા મન ડોલા, બોમ્બે ટોકિઝ, ગોરી તેરે પ્યારમેં, કટ્ટી બટ્ટી સહિતની ફિલ્મો કરી છે.

Print Friendly, PDF & Email