Home દેશ - NATIONAL હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વધુ એક પુલ તુટ્યો, ઘટનામાં કોઈ જાનહાની થઇ...

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વધુ એક પુલ તુટ્યો, ઘટનામાં કોઈ જાનહાની થઇ નહિ

71
0

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં વધુ એક પુલ તૂટ્યો છે. ચંબાના જનજાતિય વિસ્તાર ભરમૌરમાં આ પુલ જમીનદોસ્ત થયો અને હવે આ વિસ્તાર બાકીની દુનિયાથી અલગ થઈ ગયો છે. જો કે, ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવું જાણવા મળ્યું નથી. પણ બે દિવસમાં ચંબામાં અહીં બીજો પુલ તૂટ્યો છે. આ અગાઉ ભરમૌર હોલીના ચોલીનો પુલ ઓવરલોડ ટ્રકના કારણે તૂટી ગયો હતો. શનિવારે પહાડી ધસવાના કારણે આ ચંબાનો પુલ પર પડ્યો અને પુલ તૂટ્યો. હાલમાં ભરમૌરના લોકો ભરમૌરમાં અને ભરમૌર જનારા લોકો હવે લૂણામાં ફસાઈ ગયા છે. વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. હિમાચલના ચંબા જિલ્લાના ભરમૌરમાં પણ ગત રોજ વૈલી બ્રિજ તૂટ્યો હતો. ઘટના દરમિયાન બે મોટા ટ્રક નાળામાં પડ્યા હતા. જ્યારે એક કાર પુલ નજીક નીચે લટકી ગઈ હતી. ઘટનામાં એક યુવકનું મોત પણ થઈ ગયું. જ્યારે અન્ય એક યુવાન ઘાયલ થયો હતો. પુલ પર ક્ષમતા કરતા વધારે ટ્રક પસાર થતાં આ દુર્ઘટના થઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વની સૌથી વ્યસ્ત કોર્ટમાં ભારતની સુપ્રીમ કોર્ટનો સમાવેશ, સિંગાપુરના મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટ કહી વાત
Next articleપેશાવર મસ્જિદ વિસ્ફોટથી નબળું પડી રહ્યું છે પાકિસ્તાન?!.. તાલિબાન પાસે આતંકવાદીઓને કાબૂમાં લેવા માટે મદદ માંગી!