Home દુનિયા - WORLD હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું નિધન

હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું નિધન

82
0

87 વર્ષની વયે લંડનમાં લીધા અંતિમ શ્વાસ

હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા અને હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું લંડનમાં 87 વર્ષની વયે નિધન થયું છે. હિન્દુજા પરિવારના પ્રવક્તાએ બુધવારે આ જાણકારી આપી. પ્રવક્તાએ કહ્યું કે, એસપી હિન્દુજાની તબિયત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી.

પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગોપીચંદ, પ્રકાશ, અશોક અને સમગ્ર હિન્દુજા પરિવાર આજે અમારા પરિવારના વડા અને હિન્દુજા ગ્રુપના અધ્યક્ષ એસપી હિન્દુજાના નિધનની ઘોષણા કરતા ખૂબ જ દુઃખી છે. તેઓ પરિવારના માર્ગદર્શક હતા.

તેમણે તેમના યજમાન દેશ યુકે અને તેમના વતન ભારત વચ્ચે મજબૂત સંબંધો બાંધવામાં તેમના ભાઈઓ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દેશમાં ટ્રક મેકિંગ બિઝનેસ ઉપરાંત હિન્દુજા ગ્રુપ બેંકિંગ, કેમિકલ્સ, પાવર, મીડિયા અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલું છે.

ગ્રુપ કંપનીઓમાં ઓટો કંપની અશોક લેલેન્ડ અને ઇન્ડસઇન્ડ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ થાય છે. હિન્દુજા ભાઈઓ ચાર ભાઈઓ છે. ગ્રૂપ પાસે $14 બિલિયનની સંપત્તિ છે.

હિન્દુજા ગ્રુપની સ્થાપના વર્ષ 1914માં શ્રીચંદ પરમાનંદ દ્વારા કરવામાં આવી હતી. હિન્દુજા ગ્રુપનો બિઝનેસ વિશ્વના 38 દેશોમાં ફેલાયેલો છે અને કંપનીમાં લગભગ 1.5 લાખ કર્મચારીઓ કામ કરે છે. શ્રીચંદ પરમાનંદને ચાર પુત્રો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદેશના ઘણા રાજ્યોમાં 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી
Next articleઅમદાવાદથી બેંગલુર જતી ફ્લાઈટમાં કાકા બીડી પીવા લાગ્યા