Home રમત-ગમત હિન્દી મિડિયમનું ટ્રેલર રિલિઝ કરાયું

હિન્દી મિડિયમનું ટ્રેલર રિલિઝ કરાયું

SHARE

(જી.એન.એસ), તા.૭
ટોચના અભિનેતા ઇરફાન ખાન અને પાકિસ્તાની અભિનેત્રી સબા કમરને રજૂ કરતી ફિલ્મ હિન્દી મિડિયમનું ટ્રેલર ગુરુવારે રિલિઝ કરાયું હતું.
હાલ ભારતમાં માતૃભાષાને બદલે પ્રવર્તતા અંગ્રેજી માધ્યમના શિક્ષણની વાત આ ફિલ્મમંા વણી લેવામાં આવી હોવાનું કહેવાય છે. મોટા ભાગની ભારતીય ભાષાઓની સ્કૂલો કાં તો બંધ થઇ છે અથવા આ સ્કૂલોએ અંગ્રેજી માધ્યમ સ્વીકારી લીધું છે. મોટા ભાગના માતા પિતા પણ પોતાના બાળકને અંગ્રેજીમાં ભણાવી રહ્યાં છે. એમની એવી માન્યતા છે કે અંગ્રેજી ઇન્ટરનેશનલ ભાષા છે એટલે અંગ્રેજીમાં બાળક ભણે તો એનું ભવિષ્ય ઊજળું બને.
સાકેત ચૌધરીએ આ ફિલ્મનંુ નિર્દેશન કર્યું છે. ઊરી હત્યાકાંડ પછી પાકિસ્તાની કલાકારો સામે ફાટી નીકળેલા વિરોધ પહેલાં આ ફિલ્મ માટે સબા કમરને સાઇન કરવામાં આવી હતી એટલે ડાયરેક્ટર માને છે કે એમની ફિલ્મને વાંધો નહીં આવે. આ ફિલ્મ આવતા મહિનાની ૧૨મીએ રજૂ થવાની છે. ઇરફાને ટ્વીટર પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ ‘અમે ૧૨મી મેએ આવી રહ્યાં છીએ…હિન્દી મિડિયમ લઇને… તૈયાર થઇ જાઓ…’