Home રમત-ગમત ધોનીની આધારની માહિતી ટ્વીટર પર લીક થતા પત્ની સાક્ષી થઇ નારાજ

ધોનીની આધારની માહિતી ટ્વીટર પર લીક થતા પત્ની સાક્ષી થઇ નારાજ

478
0
SHARE

(જી.એન.એસ), તા.29
નવી દિલ્હી
આધાર કાર્ડના પ્રચાર કરવાના ચક્કરમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની જાણકારીનો ઉપયોગ કરવો સરકાર માટે પરેશાનીનો પ્રશ્ન બની ગયો છે. ધોનીની પત્ની સાક્ષી ધોનીએ કેન્દ્રીય પ્રધાન રવિશંકરને ટ્વિટર પર સવાલ પૂછ્યા છે. સાથે જ આઇટી મિનિસ્ટ્રી પર ધોનીની જાણકારી લીક કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
જાણકારી અનુસાર મંત્રાલયે પોતાના ટ્વિટર હેન્ડલ પર ધોનીના ફોર્મ સાથે જોડાયેલ જાણકારી ટ્વિટ કરી હતી. જેને જોયા બાદ સાક્ષી ભડકી ગઇ અને સવાલ પૂછ્યો છે કે પ્રાયવેસી નામની કોઇ વસ્તુ છે કે નહી? મામલો ગરમતા રવિશંકર પ્રસાદે કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ છે. તે બાદ ટ્વિટર પરથી ધોની સાથે જોડાયેલી જાણકારી હટાવી દેવામાં આવી છે.
મંત્રાલયે ધોનીની એક તસવીર ટ્વિટ કરી હતી જેમાં તે આધાર માટે ફિંગરપ્રિંટ આપતો નજરે પડી રહ્યો છે. આ ક્રમમાં ધોનીનું તે ફોર્મ પણ ટ્વિટ કરવામાં આવ્યુ હતું જેમાં તેની જાણકારી છે. આ મામલે આપત્તિ વ્યક્ત કરતા સાક્ષીએ ટ્વિટ કરી રવિશંકર પ્રસાદને સવાલ કર્યો હતો. તેના જવાબમાં રવિશંકરે લખ્યુ, આ કોઇ સાર્વજનિક સંપત્તિ નથી પરંતુ શું આ ટ્વિટ કોઇની વ્યક્તિગત જાણકારીનો ખુલાસો કરે છે? આ મામલે સાક્ષીએ બીજી ટ્વિટની વાત કરતા લખ્યુ કે તેમાં ધોનીનું ફોર્મ પોસ્ટ કરવામાં આવ્યુ છે. જેના જવાબમાં રવિશંકરે લખ્યુ કે મારી જાણકારીમાં આ વાત લાવવા માટે તમારો આભાર. પ્રાઇવેટ જાણકારી સાર્વજનિક કરવી ખોટી છે અને તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

Print Friendly, PDF & Email