Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી હલ્દવાની માં સુપ્રીમ કોર્ટે ૮ અઠવાડિયા સુધી ઘર અને મંદિર-મસ્જિદ હાલમાં તુટશે...

હલ્દવાની માં સુપ્રીમ કોર્ટે ૮ અઠવાડિયા સુધી ઘર અને મંદિર-મસ્જિદ હાલમાં તુટશે નહીં; અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી સામે સ્ટે આપ્યો

112
0

(GNS NEWS)

સુપ્રીમ કોર્ટેમાં હલ્દવાનીમાં રેલવે વિભાગ દ્વારા દાવો કરાયેલી જમીન પરથી અતિક્રમણ કરનારાઓને દૂર કરવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર સુનાવણી થઈ હતી. ઉત્તરાખંડ સરકાર અને રેલવેએ આ મામલાના ઉકેલ માટે SC પાસે સમય માંગ્યો હતો, ત્યારબાદ કોર્ટે કહ્યું કે હલ્દવાનીમાં 8 અઠવાડિયા સુધી અતિક્રમણ દૂર કરવામાં આવશે નહીં. કેસની આગામી સુનાવણી 2 મેના રોજ થશે.આ મામલો જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ હતો. આ પહેલા પણ 5 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના અતિક્રમણના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.હલ્દવાનીના બાનભૂલપુરામાં રેલવેની 29 એકર જમીન પર લોકો રહે છે. રેલવેએ સમાચારપત્રો દ્વારા નોટીસ જાહેર કરીને લોકોને 1 અઠવાડિયામાં એટલે કે 9 જાન્યુઆરી સુધીમાં કબજો દુર કરવા જણાવ્યું હતું. ઉત્તરાખંડની નૈનીતાલ હાઈકોર્ટે આ ગેરકાયદે અતિક્રમણને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

આ પછી 4 હજારથી વધુ કાચા-પાકા મકાનો તોડી પાડવાના હતા, પરંતુ ડિસેમ્બરમાં કેટલાક લોકોએ કોર્ટના આદેશનો વિરોધ કર્યો અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.જો કે 5 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અતિક્રમણ હટાવવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે 7 દિવસમાં 50 હજાર લોકોનું વિસ્થાપન શક્ય નથી.બનભુલપુરામાં ગફ્ફુર વસાહત, ઢોલક વસાહત અને ઈંદિરા નગર રેલવે લાઈન નજીર વસેલું છે.બનભુલપુરામાં ગફ્ફુર વસાહત, ઢોલક વસાહત અને ઈંદિરા નગર રેલવે લાઈન નજીર વસેલું છે.હલ્દવાની રેલ્વે સ્ટેશનની આસપાસનો આ વિસ્તાર 2 કિલોમીટરથી વધુ વિસ્તારને આવરી લે છે. આ વિસ્તારોને ગફુર બસ્તી, ઢોલક બસ્તી અને ઈન્દિરા નગરના નામથી ઓળખાય છે. અહીંના અડધા પરિવારો જમીનના લીઝ પર દાવો કરી રહ્યા છે. આ વિસ્તારમાં 4 સરકારી શાળાઓ, 11 ખાનગી શાળાઓ, એક બેંક, બે ઓવરહેડ પાણીની ટાંકી, 10 મસ્જિદો અને ચાર મંદિરો છે.રેલવેની જમીન પર આટલા મોટા પાયે બાંધકામની પરવાનગી કેવી રીતે આપવામાં આવી? આ અંગે રેલવે બોર્ડના અધિકારી વિવેક ગુપ્તાએ કહ્યું- રેલવે લાઈનની નજીક અતિક્રમણ દેશવ્યાપી મુદ્દો છે. એક સમસ્યા છે. રેલવેની જમીન પર અતિક્રમણનો આ મામલો 2013માં કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે પિટિશન મૂળભૂત રીતે સ્થાનિક વિસ્તારની નજીકની નદીમાં ગેરકાયદેસર રેતી ખનન વિશે કરવામાં આવી હતી.કલેક્ટર ધીરજ એસ ગરબ્યાલે કહ્યું હતું કે અહીં લોકો રેલવેની જમીન પર રહે છે. તેમને દૂર કરવા પડશે. તૈયારી ચાલી રહી છે. અમે વધારાના સુરક્ષા દળોની માંગણી કરી છે. ગેરકાયદે ટૂંક સમયમાં અતિક્રમણ દૂર કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે તેમની સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરશે. તેમ પોલીસ અને સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું તેઓ હાઈકોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે.

(GNS NEWS)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ શેરોમાં ખરીદીનો માહોલ યથાવત્… નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleઆર્જેન્ટિનાની પેટ્રોલિયમ કંપની YPFના ચેરમેને એ પી.એમ મોદીને ગિફ્ટમાં મેસ્સીની જર્સી આપી