(જી.એન.એસ) તા. 25
હિસાર,
હરિયાણામાં ફરી એક વાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, હિસારમાં એક બાઈક પર આવેલા ત્રણ બદમાશોએ મહિન્દ્રા એજન્સીના શોરૂમ પર 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પછી તેમના દ્વારા ખંડણીની ચિઠ્ઠી પણ ફેંકવામાં આવી હતી અને પછી તેઓ બાઇક પર ફરાર થઇ ગયા હતા. દિવસના અજવાળામાં બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો અને લોકો ડરી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે મહિન્દ્રા શોરૂમ પર ફાયરિંગ થયું તે હરિયાણા આઈએનએલડી નેતાનું છે.
મહિન્દ્રા નો આ શોરૂમ સિટી પોલીસ સ્ટેશન હિસારથી લગભગ 100 મીટર દૂર છે અને આશરે 150-200 મીટરના અંતરે પોલીસ ચોકી પણ છે. આમ છતાં બદમાશોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. તે સ્પષ્ટ હતું કે બદમાશોને પોલીસનો કોઈ ડર નહોતો. આ સમગ્ર ઘટના નો વીડિયો પણ સામે આવ્યો હતો તેમાં જોઈ શકાય છે કે આ ત્રણ બદમાશો બાઇક પર સવાર થઈને આવ્યા હતા. બદમાશો દ્વારા ફાયરિંગ એવી રીતે કરવામાં આવ્યું હતું કે શોરૂમની અંદર અને બહાર પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું. ગોળીબાર બાદ બદમાશો ત્યાંથી હવામાં હથિયાર લહેરાવતા ભાગી ગયા હતા. આ મામલે પોલીસ પણ તપાસ શરૂ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.