Home દેશ - NATIONAL હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગવાથઈ મોટી દુર્ઘટના, 8 મુસાફરોના મોત

હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગવાથઈ મોટી દુર્ઘટના, 8 મુસાફરોના મોત

40
0

(જી.એન.એસ) તા. 18

નૂંહ,

હરિયાણાના નૂંહમાં એક ટૂરિસ્ટ બસમાં આગ લાગવણો ભયાનક બનાવ બન્યો હતો.  નૂંહ જિલ્લાના તાવડુ સબડિવિઝન પાસે પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર આ દુર્ઘટના બની હતી. ટૂરિસ્ટ બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 8 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના રાત્રે લગભગ 1.30 વાગે બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર હેતુ હોસ્પિટલમાં ખસેડાયાં છે. માહિતી મુજબ વધુ એક ઘાયલ વ્યક્તિનું મોત નિપજતાં મૃત્યુઆંક 9 થયો છે.

આ ટૂરિસ્ટ બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ (મુસાફરો) ધાર્મિક સ્થળોના દર્શનાર્થે નીકળ્યા હતા અને વારાણસી અને વૃંદાવનથી પરત ફરી રહ્યા હતા. બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ફાયર બ્રિગેડ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા જ સ્થાનિક લોકોએ આવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનો અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ ઘટના બાબતે કાર્યવાહી પણ શરૂ કરી છે, તેમજ આ ઘટના બાબતે ત્યાં હાજર ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આગની જ્વાળા ફાટી નીકળી ત્યારે બસનો પીછો કરી જાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. બસને રોકવા માટે પણ કહ્યું હતું. ડ્રાઈવરને આગની જાણ થતાં બસને રોકી હતી. પરંતુ ત્યાં સુધીમાં બસમાં સવાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી 8 મુસાફરોના મોત થયા હતા. આ પછી તાવડુ સદર પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે મુખ્ય આરોપી બિભવ કુમારની સીએમ આવાસમાંથી ધરપકડ કરી
Next article2019 થી 2024 દરમિયાન પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કામ માટે હું તેમનો આભાર માનું છું: રાજ ઠાકરે