Home ગુજરાત સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં વડોદરાના 20 વર્ષીય યુવકનો બે દિવસે મૃતદેહ...

સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં વડોદરાના 20 વર્ષીય યુવકનો બે દિવસે મૃતદેહ મળ્યો

46
0

પોલીસે 20 વર્ષીય અંજલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ શરૂ કરી

(જી.એન.એસ) તા. 12

વડોદરા,

10 એપ્રિલે પરિવારને સંબોધન કરતી સ્યુસાઇડ નોટ લખીને ગુમ થયેલાં 20 વર્ષીય યુવક અંજલ ગજાણી નો મૃતદેહ પાણીમાં તરતો મળી આવ્યો હતો.

વડોદરાના જેલોદમાં 20 વર્ષીય યુવક અંજલ 10 એપ્રિલે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. બાદમાં તેના ઘરેથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે આત્મહત્યાનો ઉલ્લેખ કર્યો હતો. પરિવારે સ્યુસાઇડ નોટના આધારે અંજલની શોધખોળ હાથ ધરી હતી. સ્યુસાઇડ નોટના આધારે પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, અંજલે ખંડીવાળા નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોય શકે. પરિવારની આશંકાના આધારે પોલીસે ફાયર વિભાગની ટીમ સાથે અંજલની શોધખોળ હાથ ધરી હતી. સતત બે દિવસની શોધખોળ બાદ યુવકે જ્યાંથી કેનાલમાં ઝંપલાવ્યું હતું તેનાથી 3 કિલોમીટર દૂર કેનાલના સરણેજ ગેટ પાસે પાણીમાં તરતા જોવા મળી હતી. ગ્રામજનોએ પાણીમાં તરતી લાશ જોઈ મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ મૃતદેહ બે દિવસ અગાઉ ગુમ થયેલાં અંજલનો જ છે. 

અંજલના આપઘાતના નિર્ણયથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. હાલ, પોલીસે અંજલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે મોકલી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, હજું સુધી અંજલે આપઘાતનું આવડું મોટું પગલું કેમ ભર્યું તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.