Home દેશ સ્પેશિયલ ફોર્સને વધુ તાકાતવર બનાવવા માટે સ્પેશ્યલાઈઝ્ડ હથિયારોના જથ્થાને સામેલ કરાશે

સ્પેશિયલ ફોર્સને વધુ તાકાતવર બનાવવા માટે સ્પેશ્યલાઈઝ્ડ હથિયારોના જથ્થાને સામેલ કરાશે

547
0
SHARE

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૯
ભારત લાંબા સમયથી પોતાના યુદ્ધ ક્ષેત્રના વપરાતા હથિયારોના સંગ્રહને વધારી રહ્યું છે. તેમાં લાંબા અંતરની સ્નિપર રાઇફલ, મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક હથિયાર સામેલ છે. લાંબા સમયથી સ્પેશિયલ ઓપરેશન પ્લસ કમાન્ડ અને તેના નાનાં નાનાં સ્વરૂપોને તાકતવર બનાવવાની પ્રક્રિયા પર કોઇ નોંધનીય પ્રગતિ થઇ શકી નહોતી.
રક્ષા મંત્રાલય સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે સેનાને વધુ તાકતવર બનાવવા માટે આર્મીના સ્પેશિયલ ફોર્સ સાથે વાયુ સેના અને આર્મીમાં પણ ઉચ્ચ સ્તરના સ્પેશ્યલાઇઝડ હથિયારોના જથ્થાને સામેલ કરાશે. આ માટે ફિનલેન્ડ, સ્વિડન, ઇટલી, રશિયા, ઇઝરાયેલ અને જર્મની જેવા દેશો સાથે મોટી ડીલ થઇ છે.

Print Friendly, PDF & Email