Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO 27 ઓગસ્ટથી શરૂ થશે

સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીનો IPO 27 ઓગસ્ટથી શરૂ થશે

16
0

(જી.એન.એસ)નવી દિલ્હી,તા.૨૪

ઇન્ટિગ્રેટેડ સોલાર સેલ અને સોલાર પેનલ્સ બનાવતી પ્રીમિયર એનર્જીઝનો પબ્લિક ઇશ્યૂ 27 ઓગસ્ટના રોજ ખુલવા જઈ રહ્યો છે. એન્કર રોકાણકારો 26 ઓગસ્ટે બિડ કરી શકશે. IPO 29 ઓગસ્ટે બંધ થશે. કંપની આ ઈસ્યુમાંથી રૂ. 2,830.40 કરોડ એકત્ર કરવા માંગે છે. બિડિંગ માટે પ્રાઇસ બેન્ડ રૂ 427-450 પ્રતિ શેર છે અને લોટ સાઈઝ 33 શેર છે. IPO બંધ થયા પછી, શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 3 સપ્ટેમ્બરે થશે. Premier Energies IPO માં રૂ. 1,291.40 કરોડના 2.87 કરોડ નવા શેર જાહેર કરવામાં આવશે. તેમજ રૂ. 1,539 કરોડના 3.42 કરોડ શેરના વેચાણની ઓફર પણ હશે. IPO માટે બુક રનિંગ લીડ મેનેજર કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેપી મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ છે. રજિસ્ટ્રાર Kfin Technologies Limited છે. પ્રીમિયર એનર્જીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સેલ, સોલ મોડ્યુલ્સ, મોનોફેસિયલ મોડ્યુલ્સ, બાયફેસિયલ મોડ્યુલ્સ, EPC સોલ્યુશન્સ અને O&M સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. હૈદરાબાદ, તેલંગાણામાં તેના 5 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. પ્રીમિયર એનર્જીના ક્લાયન્ટ્સમાં NTPC, ટાટા પાવર સોલાર સિસ્ટમ્સ, પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ, શક્તિ પમ્પ્સ, ફર્સ્ટ એનર્જી, બ્લુપાઈન એનર્જી, લ્યુમિનસ, હાર્ટેક સોલર વગેરેનો સમાવેશ થાય છે. કંપનીના પ્રમોટર્સ સુરેન્દ્ર પાલ સિંહ સલુજા અને ચિરંજીવ સિંહ સલુજા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિજાપુરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 8 ઇંચ વરસાદ
Next articleભારે વરસાદના પગલે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં રેડ એલર્ટ