Home દેશ - NATIONAL સોલાર પેનલ બનાવતી કંપનીમાં રોકાણકારોને બમણો નફો મેળવ્યો

સોલાર પેનલ બનાવતી કંપનીમાં રોકાણકારોને બમણો નફો મેળવ્યો

40
0

(જી.એન.એસ),તા.૧૬

મુંબઈ,

સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપની અલ્પેક્સ સોલરના શેરે માર્કેટમાં આવતાની સાથે જ રોકાણકારોને મોટો નફો કરાવ્યો હતો. અલ્પેક્સ સોલરના શેર 200 ટકાના નફા સાથે શેરબજારમાં લિસ્ટ થયા છે. આજે 16 ફેબ્રુઆરીના રોજ પણ શેરમાં સારો ઉછાળો આવ્યો છે. અલ્પેક્સ સોલરનો શેર શુક્રવારે 5 ટકાના અપર સર્કિટ સાથે 362.70 રૂપિયા પર પહોંચ્યા છે. અમેરિકાની બોફા સિક્યોરિટીઝે ઓપન માર્કેટ દ્વારા અલ્પેક્સ સોલરના 2,00,000 થી વધુ શેર ખરીદ્યા છે.

BofA સિક્યોરિટીઝ યુરોપ SA એ બલ્ક ડીલ દ્વારા NSE પર અલ્પેક્સ સોલરના 2,20,800 શેર ખરીદ્યા છે. BofA સિક્યોરિટીઝે આ શેર્સ 337.47 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. અલ્પેક્સ સોલાર ઉત્તર ભારતમાં સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ બનાવે છે. કંપની મોનોક્રિસ્ટાલિન અને પોલીક્રિસ્ટલાઇન સેલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ બનાવે છે.

IPOમાં અલ્પેક્સ સોલરની ઈશ્યૂ પ્રાઈસ 115 રૂપિયા હતી. કંપનીના શેર 15 ફેબ્રુઆરીના રોજ 329 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ બાદ અલ્પેક્સ સોલરના શેરમાં 5 ટકાની અપર સર્કિટ લાગી હતી અને શેરના ભાવ 345.45 રૂપિયા પર પહોંચ્યા હતા. આજે શુક્રવારે અલ્પેક્સ સોલરના શેર 5 ટકાના વધારા સાથે 362.70 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના IPO ના ઈશ્યૂ પ્રાઈસની તુલનામાં 215 ટકા વધ્યા છે. કંપનીનો IPO 324.03 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 351.89 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહૃદયનું 90 ટકા બ્લોકેજ, આયુર્વેદથી સારવાર કરી, 50 વર્ષના વ્યક્તિ સંપૂર્ણ રીતે સાજા થયા
Next articleઅમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાઓ પર વ્હાઈટ હાઉસનું નિવેદન